ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

માળિયા (મી)ના દેવ સોલ્ટ દ્રારા ફ્રી સર્વરોગ નિદાન મેગા મેડીકલ કેમ્પ યોજાયો


SHARE









માળિયા (મી)ના હરીપર ગામે સર્વરોગ નિદાન ફ્રી મેગા મેડીકલ કેમ્પ યોજાયો

માળિયા (મી) તાલુકાના હરીપર ગામે ફ્રી મેગા મેડીકલ કેમ્પનું તથા નિઃશુલ્ક દવા વિતરણનું આયોજન કરાયુ હતુ હતું. આ કેમ્પનું આયોગન માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લી, દેવ વેટલેન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસ્પિટલના સયુંકત ઉપક્રમે કરાયું હતું. આ ફ્રી મેગા કેમ્પનો આયોજન રણ વિસ્તારમાં રેહતા અગરયાઓ તેમજ ગ્રામજનો માટે કરાયું હતું, આ કેમ્પનો લાભ ૧૫૦ લોકો દ્વારા લાભ લીધો હતો અને આ કેમ્પને સફળ બનાવા માટે કંપનીના અધિકારી વિવેક ધ્રુણા અને રમજાન જેડાના માર્ગદર્શન હેઠળ રવિ ડાંગર, કુલદીપ બોરીચા અને આનંદ ડાંગરએ જેહમત ઉઠાવી હતી.

માળીયા (મી)ના બગસરા ગામે ઈમરજન્સી 108 ની ટીમે ડેમોસ્ટ્રેશન આપ્યું

માળીયા (મી)ના બગસરા ગામે ઈમરજન્સી 108 ની ટીમ દ્વારા ડેમો સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું અને બગસરા ગામે ઈમરજન્સી 108 ટીમ દ્વારા બગસરા ગામના લોકોને ઈમરજન્સી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને 108 ઈમરજન્સી ટીમ માળીયા (મી)ના EMT દિપેશભાઈ  તથા પાયલટ દાઉદભાઈ દ્વારા ગામજનોને 108 ના ઉપયોગ વિષેની પણ માહિતી આપવામાં આવી હતી અને ઈમરજન્સી હોય ત્યારે 108 માં કોલ કરવા સમજણ આપી હતી અને આ તકે બગસરા ગ્રામ પંચાયતની ટીમ ત્યાં હાજર રહી હતી.




Latest News