મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં એસપીના લોક દરબારમાં રાબેતા મુજબ ટ્રાફિકના પ્રશ્નોનો ઢગલો: 31 લોકોના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા


SHARE









મોરબીમાં એસપીના લોક દરબારમાં રાબેતા મુજબ ટ્રાફિકના પ્રશ્નોનો ઢગલો: 31 લોકોના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા

મોરબીમાં એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં આજે મોરબીમાં એ ડીવીઝન પોલીસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં “તેરા તુજકો અર્પણ” હેઠળ 31 લોકોને તેમના ગુમ થયેલા મોબાઈલ પાછા આપવામાં આવ્યા હતા અને લોક દરબારમાં ટ્રાફિક સહિતના પ્રશ્નો રાબેતા મુજબ આવ્યા હતા.

મોરબીમાં જયારે પણ લોક દરબારનું આયોજન કરવામાં આવે ત્યારે તેમાં આવેલા આગેવાનો સહિતના લોકો શહેરના રોડ રસ્તા ઉપરના ટ્રાફિકની સમસ્યા, આડેધડ વાહન પાર્કિંગ, રોડ ઉપર લારી ગલ્લાના દબાણો સહિતની રજૂઆતો કરે છે જો કે, તેનો કાયમી ધોરણે કયારે પણ નિકાલ કરવામાં આવતો નથી. તે હક્કિત છે તેવામાં આજે એસપીની હાજરીમાં જે લોક દરબાર યોજાયો હતો તેમાં પાનાં રાબેતા મુજબ ટ્રાકીફની સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી તેમજ સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

ત્યારે બાદ આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવા કામ કરતાં સમાજ સેવક જીવરાજભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. અને અંતમાં મોરબી શહેરી વિસ્તારમાંથી જે લોકોના મોબાઈલ ફોન ગુમ થાય હતા તે મોબાઈલ ફોનને શોધીને પોલીસ દ્વારા 31 મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. અને વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, સાઈબર ક્રાઇમના ભોગ બનેલા લોકોના 43 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવેલ છે તે આગામી સમયમાં કાર્યવાહી કરીને તેઓને પરત આપવા માટેનું કામ કરવામાં આવશે.




Latest News