મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકનું મોત


SHARE









હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકનું મોત

હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની માળિયા બ્રાંચ કેનાલમાં એક શ્રમિક ડૂબી ગયો હતો જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતકની બોડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલ હતી અને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનવાની હળવદ પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં નવા માલણીયાદ પાસેથી પસાર થતી નર્મદાની માળિયા બ્રાંચ કેનાલમાં ઘણાંદ ગામની સીમ પાસે જયંતીભાઈ ગોવિંદભાઈની વાડી રહેતા અને મજૂરી કામ કરતાં રાજુભાઈ અમરશીભાઈ પગ લપસતા કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલ યુવાનને શોધવા માટે હળવદ પાલિકાની ટિમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી અને નવા માલણીયાદ પાસેથી કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકની બોડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને લાશને પીએમ માટે હળવદની હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News