મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાનને ધમકી આપવાના ગુનામાં અગ્રણીની ધરપકડ


SHARE









મોરબીમાં વેપારી યુવાનને ધમકી આપવાના ગુનામાં અગ્રણીની ધરપકડ

મોરબીના વેપારીએ ધંધા માટે વ્યાજે રૂપિયા લીધા હતા તેની પાસેથી માસિક ચાલીસ ટકા કરતાં પણ વધુ વ્યાજ લેવામાં આવું હતું જેથી કરીને તે વેપારીએ ૪૨ લાખ રૂપિયાની સામે સવા કરોડ જેટલી રકમ ચૂકવી દીધી હતા તો પણ વેપારી યુવાન અને તેના પિતાની પાસેથી વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને ઘર સુધી આવીને રૂપિયા આપો નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપવામાં આવી હતી જેની વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં આરોપીઓને પકડવા ચક્રોગતિનામ કરેલ હતા અને પહેલા બે આરોપીને પકડ્યા હતા અને હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને હજુ એક આરોપી પકડવાનો બાકી છે તેવું તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

મોરબીના શનાળા રોડે સરદાર બાગ પાછળ સોમનાથ સોસાયટીમાં રહેતા અને માર્કેટયાર્ડમાં શ્રીનાથ એન્ટરપ્રાઈઝ નામની દુકાન ધરાવતા તેમજ થ્રીલ એન્ડ ચીલ નામની ગેમજોન-રેસ્ટ્રોરન્ટમાં ભાગીદારી ધરાવતા મિહીરભાઈ પ્રવિણચંદ્રભાઈ ખંઘડીયા જાતે લોહાણા (૨૭)એ થોડા સમય પહેલા અમીતભાઈ દેવાભાઈ અવાડીયા અને તેના પિતા દેવાભાઇ અવાડીયા, દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી અને નયન ઉર્ફે નાનુભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કે, આશરે એક વર્ષ પહેલા ધંધાના કામ અર્થે પૈસાની જરૂર પડતા તેને વ્યાજ વટાવનો ધંધો કરતા અમીતભાઈ દેવાભાઈ અવાડીયા પાસેથી રોકડા ૧૫,૦૦,૦૦૦ વ્યાજે લીધા હતા અને તેનું દર દસ દિવસે બે લાખ વ્યાજ આપતો હતો જો કે, વ્યાજ ચુકવવામાં મોડુ થતા અમીતભાઈએ તેની પાસેથી કોટક મહીદ્રા બેંકના સહી વાળા કોરા ચેક ત્રણ બળજબરીપુર્વક લઈ લીધેલ હતા અને આજ દિવસ સુધીના તેને અમીતભાઈને ૭૫,૦૦,૦૦૦ જેટલી રકમ વ્યાજ સહીત આપી દિધેલ છે તો પણ તેની પાસેથી વધુ ૩૦ લાખ માંગવામાં આવી રહ્યા છે અને જો પૈસા ન આપે તો ફરિયાદી તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.

ત્યાર બાદ અમિતભાઈના વ્યાજના વિષચક્રમાથી બહાર નીકળવા માટે ફરિયાદે દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી અને નયન ઉર્ફે નાનુભાઈ રબારી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા. જે બંનેને પણ તેની પાસેથી લીધેલ રૂપિયા કરતાં વધુ રૂપિયા આપી દીધા હતા તો પણ વધુ પૈસાની માંગણી કરીને ફરિયાદી અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી જેથી વેપારી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને પોલોસે પહેલા આ ગુનામાં આરોપી દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી અને નયન ઉર્ફે નાનુભાઈ રબારીની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં તપાસનીસ અધિકારી પીએસઆઈ આર.એન. ભટ્ટ દ્વારા આરોપી દેવાભાઇ પરબતભાઈ અવાડીયા રહે. ધર્મસૃષ્ટિ સોસાયટી બાયપાસ રોડ મોરબી વાળાની ધરપકડ કરી કરેલ છે અને આ ગુનામાં હજુ એક આરોપીને પકડવાનો બાકી છે તેવું અધિકારી જણાવ્યુ છે.




Latest News