માળીયા (મી) તાલુકાનું જુદીજુદી શાળાઓમાં દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા શાળા પ્રવેશોત્સોત્વ ઉજવાયો
SHARE









માળીયા (મી) તાલુકાનું જુદીજુદી શાળાઓમાં દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા શાળા પ્રવેશોત્સોત્વ ઉજવાયો
માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા.લી. તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન દ્વારા શાળા પ્રવેશોત્સવનું આયોજન જુદીજુદી શાળાઓમાં કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, આ બંને સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે અને ખાસ કરીને શૈક્ષણિક પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે આ તકે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અગાઉ આ સંસ્થા દ્વારા રમત ગમત સ્પર્ધા, કમ્પ્યુટર-પ્રિન્ટર, શાળામાં વોટર કુલર ભેટ જુદીજુદી શાળામાં આપવામાં આવેલ છે. હાલમાં માળિયા (મી.) તથા ભચાઉ તાલુકાની વિવિધ શાળાઓમાં ધો. ૧ માં અને બાલવાટિકા માં પ્રવેશતા ૪૦૦ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ છે. અને જે તે શાળામાં સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને જુદીજુદી શાળામાં આ કાર્યક્રમો આયોજવા બદલ શાળાના સ્ટાફ, સરપંચો અને ગ્રામજનોએ દેવ સોલ્ટ અને દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમોનું આયોજન દેવ સોલ્ટ પ્રા.લી. ના જોઈન્ટ ડાઈરેક્ટર કરણસિંહ ઝાલાના નેતૃત્વ હેટળ કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા, અમિત સવસેટા અને રાજેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
