મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: ગોર ખીજડીયા, ખાખરેચી, મધુપુર, માધાપર, પાંડાતીર્થ, તરઘરી અને માણેકવાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયા


SHARE













મોરબી: ગોર ખીજડીયા, ખાખરેચી, મધુપુર, માધાપર, પાંડાતીર્થ, તરઘરી અને માણેકવાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયા

રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી અને માળીયા તાલુકાનાં ગોર ખીજડીયા, ખાખરેચી, મધુપુર, માધાપર, પાંડાતીર્થ, તરઘરી અને માણેકવાડા પ્રાથમિક શાળામાં ધામધૂમથી કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં આગેવાનો અને અધિકારી સહિતના હાજર રહ્યા હતા.

ગોર ખીજડીયા

મોરબીના ગોર ખીજડીયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્વસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઇ, તાલુકા પંચાયત સદસ્ય પરેશભાઈ રૂપાલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયા સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગોર ખીજડીયા ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા રવિભાઈ હુંબલ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેવી માહિતી ગામના યુવા સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ આપી છે.

ખાખરેચી પ્રાથમિક શાળા-સાર્વજનિક હાઈસ્કૂલ

માળીયા (મી) ના ખાખરેચી ગામે કન્યા પ્રાથમિક શાળા, કુમાર પ્રાથમિક શાળા, મિશ્ર પ્રાથમિક શાળા તેમજ સાર્વજનિક હાઈસ્કૂલનો સંયુક્ત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી અને બાલવાટીકાના કુલ 95, ધો. 1 ના કુલ 75 બાળકો, સાર્વજનિક હાઈસ્કૂલના ધો. 9 અને ધો. 11 ના મળીને કુલ 140 બાળકો પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગત વર્ષમાં નંબર મેળવેલ બાળકોને કિટ, લંચ બોક્સ અને પેડ જેવા ઇનામ આપીને બિરાદાવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે દર્શનભાઈ દેસાઈ (ઉપસચિવ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગર), ખાખરેચીના સરપંચ દિનેશભાઈ પારજીયા, ખાખરેચી જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા, તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ કૈલા, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણીભાઈ સરડવા અને ઉપપ્રમુખ જ્યંતિભાઈ કૈલા સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના આચાર્ય મેહુલભાઈ ભોરણિયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

દોશી&ડાભી હાઈસ્કૂલ, માધાપરવાડી કુમાર અને કન્યા શાળાનો પ્રવેશોત્સવ સંપન્ન

મોરબી અત્રેની દોશી & ડાભી માધ્યમિક શાળા ખાતે ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની અંતર્ગત માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બંને શાળા મળીને બાલવાટીકાના 80 બાળકો અને પહેલા ધોરણના 75 બાળકો અને દોશી&ડાભી માધ્યમિક શાળાના ધોરણ નવના 259 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે કેશુભાઈ કરમશીભાઈ હડિયલ, નીતાબેન પટેલ, સરપંચ ડો. ગણેશભાઈ નકુમ, પૂર્વ સરપંચ ચંદ્રેશભાઈ હડિયલ, રામજીભાઈ હંસરાજભાઈ હડિયલ, જયંતીભાઈ બેચરભાઈ ડાભી, કાનજીભાઈ મલાભાઈ પરમાર સહિતના દાતાઓએ યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા હાજર રહ્યા હતા અને બાળકોના ભણતર ઘડતર ગણતર અને ચારિત્ર્ય ચણતરમાં શિક્ષકોની ભૂમિકા વિશે વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દોશી& ડાભી માધ્યમિક શાળાની બાળાએ કર્યું હતું. અને કાર્યક્રમ સફળ બનાવવા ત્રણેય શાળાના શિક્ષક ભાઈઓ બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી. અને પ્રવેશોત્સવ રૂટનું લાયઝનિંગ ચંદ્રકાંતભાઈ બાવરવા (સીઆરસી કો.ઓર્ડીનેટર)એ કર્યું હતું.

પાંડાતીર્થ પ્રાથમિક શાળા

 હળવદના પાંડાતીર્થ ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલવાટીકાના 40 બાળકો અને પહેલા ધોરણના 35 બાળકો અને માધ્યમિક શાળાના ધો. 9 માં 39 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, શિક્ષણ સમિતિ ચેરમેન નથુભાઈ કડીવાર, બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત ચેરમેન મેરાભાઈ વિઠ્ઠલાપરા, જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિનેશભાઈ વડસોલા સહિતના હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા શાળાના આચાર્ય અને મુખ્ય શિક્ષક સંઘના મહામંત્રી મુકેશભાઈ મારવણીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

તરઘરી પ્રાથમિક શાળા

તરઘરી ગામે આવેલ પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવ યોજાયો હતો જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધો. 1 માં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારે ગામના સરપંચ સાગરભાઈ ફુલતરીયા તરફથી બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાગરભાઈ ફુલતરીયા તેમજ ઇમરાનભાઈ શાહમદાર તથા અન્ય પંચાયત સભ્યો તથા જિલ્લા રમતગમત અધિકારી રવિભાઈ ચૌહાણ સહિતના હાજર રહ્યા હતા.

માણેકવાડા પ્રાથમિક શાળા

મોરબીના માણેકવાડા ગામમાં પ્રાથમિક શાળા અને મોટી વાવડી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ દાતા રતિભાઈ દેત્રોજા અને વિપુલભાઈ ગોધવિયાને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર ઉમેશભાઈ પટેલ, સરપંચ બ્રિજરાજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની કુ.આશા પરમાર તથા કુ. વંદના ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

મધુપુર ગામે શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

મોરબીના મધુપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો તેની સાથોસાથ આગેવાનોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું આ તકે રાજપૂત કરણીસેનાના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને મધુપુર, રામપર, બહાદુરગઢના વિદ્યાર્થીઓને કરણીસેના દ્વારા સ્કૂલ બેગ, બુક, પેન, પેન્સિલ, કંપાસ આપવામાં આવ્યા હતા. તેમજ મધુપુર આંગણવાડીના બાળકો માટે કરણીસેના ટીમ દ્વારા 11 હજાર ભેટમાં આપવામા આવેલ છે




Latest News