માળીયા (મી) તાલુકાનું જુદીજુદી શાળાઓમાં દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા શાળા પ્રવેશોત્સોત્વ ઉજવાયો
વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આડેધડ ભૂગર્ભના કામોથી લોકો હેરાન
SHARE









વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આડેધડ ભૂગર્ભના કામોથી લોકો હેરાન
વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે. અને આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે અને ઠેરઠેર પાણીની મુખ્યલાઈનો તૂટી જવાની સાથે રસ્તાઓની પણ પથારી ફરી ગઈ છે. લોકો હેરાન થઈ રહ્યા છે જેથી કરીને ભટિયા ગ્રામ પંચાયતના વહીવટદારને આ મામલે રજુઆત કરવામાં આવી છે. અને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ચોમાસા દરમ્યાન આડેધડ ખોદકામ કરી યોગ્ય સમારકામ કર્યા વિના ડ્રેનેજ કામ ચાલુ રાખવામાં આવતા હાલમાં સોસાયટીની પાણીની લાઈનો તૂટતા પાણીની સમસ્યા સર્જાય છે. અને વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી તેમજ નબળી કામગીરી હોવાથી વાહનચાલકો સહિતના લોકો હેરાન છે અને સ્ટ્રીટ લાઇટનું રીપેરીંગ પણ વ્યવસ્થા કરવામાં આવ્યું નથી જેથી પારાવાર મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે.
