મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદમાં એક, મોરબીમાં પોણો અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ: નવા ઇશાનપુર ગામે ઘર ઉપર વીજળી પડી, ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ


SHARE









હળવદમાં એક, મોરબીમાં પોણો અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ: નવા ઇશાનપુર ગામે ઘર ઉપર વીજળી પડી, ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ

મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ત્રણ તાલુકામાં આજે વરસાદ નોંધાયેલ છે અને ધીમીધારે અડધાથી લઈને એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે હળવદ તાલુકાના નવા ઇશાનપુર ગામે આકાશી વીજળી પડી હતી જેથી કરીને ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ ગયા હતા.

ગઇકાલની જેમ આજે પણ બપોરથી વરસાદ શરૂ થયો હતો અને મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ત્રણ તાલુકામાં આજે વરસાદ નોંધાયેલ છે જેમાં હળવદમાં એક ઇંચ, મોરબીમાં પોણો ઇંચ અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જો કે, માળીયા અને વાંકાનેર તાલુકામાં વરસાદી માહોલ હતો તેમ છતાં વરસાદ પડ્યો ન હતો અને કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ હતો. અને ધીમીધારે આકાશમાંથી કાચું સોનું વરસ્યું હતું જેથી કોઈ જગ્યાએ નુકશાનીના સમાચાર ન હતા

પરંતુ  મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં નવા ઈસનપુર ગામે ટપુભાઈ પ્રેમજીભાઇના રહેણાંક મકાન ઉપર વીજળી પડી હતી જેથી કરીને તેઓના ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા જો કે, ઘરના સભ્યો ઘરમાં જ હોવા છતાં સદભાગ્યે કોઈ જાનહાની થયેલ નથી અને મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં બે થી છ વાગ્યા સુધીમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે.




Latest News