મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબીના વેપારી યુવાનને વર્લ્ડ કપ ફાઇનલની ટિકિટ અપાવવાની કહીને 65,000 ની છેતરપિંડી


SHARE











મોરબીના વેપારી યુવાનને વર્લ્ડ કપ ફાઇનલની ટિકિટ અપાવવાની કહીને 65,000 ની છેતરપિંડી

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રહેતા વેપારી યુવાનને સાતેક મહિના પહેલા ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ ફાઇનલ મેચની ટિકિટ અપાવવાની લાલચ આપી હતી અને તેની સાથે 65,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે જે બનાવમાં ભોગ બનેલા યુવાને ઇન્સ્ટા આઈડીના ધારક તથા યુપીઆઇ આઈડીના ધારક સામે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ગાર્ડન પેલેસ ખાતે ફ્લેટ નં- 402 માં રહેતા વેપારી યુવાન પ્રતિકભાઇ દીક્ષિતભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ (36) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસ શુકલ ઇન્સ્ટા આઈડી જેના મોબાઈલ નંબર 85119 75179 તથા યુપીઆઇ આઈડીના ધારક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ ગત તા. 18/11/23 થી 19/11/23 દરમિયાન ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઇનલ મેચ જોવા માટેની ટિકિટ બુક કરી આપવાની લાલચ આપી હતી અને વિશ્વાસ કેળવીને ફરિયાદી પાસેથી પહેલા 6,000 રૂપિયા મંગાવ્યા હતા અને ત્યારબાદ કટકે કટકે 72 હજાર રૂપિયા મેળવ્યા હતા અને તે રૂપિયા યુપીઆઇ આઈડીમાં ટ્રાન્સફર કરીને મેળવ્યા હતા જોકે ત્યારબાદ આરોપીએ 7,000 રૂપિયા ફરિયાદીને પાછા આપ્યા હતા અને મેચની ટિકિટ ન આપીને તેની સાથે 65,000 ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ સી.એસ. સોંદરવા ચલાવી રહ્યા છે

જુગારી પકડાયા

વાંકાનેર તાલુકાના તીથવા ગામના બોર્ડ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 650 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી કરણભાઈ સનમુગમભાઇ નાયકર જાતે મદ્રાસી (48) અને જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ નગવાડીયા જાતે અનુ. જાતિ (36) રહે. બંને મિલ પ્લોટ વિસ્તાર વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News