વાંકાનેર તાલુકા પોલીસે 7 મોબાઈલ શોધીને મૂળ મલીકને પરત આપ્યા... અભિનંદન, તસ્કરો કયાં..?
મોરબીના બેલા નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લગતા મહિલાનું મોત
SHARE
મોરબીના બેલા નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લગતા મહિલાનું મોત
મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તે મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે સોમનાથ મિનરલ નામના માટીના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા વંતાબેન દીપકભાઈ રાઠવા (31) નામની મહિલા કારખાનામાં કામગીરી કરી રહી હતી દરમિયાન તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા. અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે
સાવડી ગામે થયેલ અકસ્માતમાં ઇજા
મોરબીના ટંકારા તાલુકાના સાવડી ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.બનાવ ટંકારા-લતીપર રોડ ઉપર સાવડી ગામ નજીક બન્યો હતો. જેમાં છોટા હાથી નંબર જીજે 36 વી 5280 રોડની નીચે ઉતરી ગયું હતું.જેથી કરીને તેનો ચાલક શૈલેષભાઇ રઘુભાઈ જોગડીયા (34) રહે.રાજપર તા.જી. મોરબી તેમાં ફસાઈ ગયો હતો.જેથી નીચે ઉતરી ગયેલા વાહનને રોડ ઉપર લાવવા તથા વાહનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા માટે જેસાબી ની મદદ લેવામાં આવી હતી.
ફિનાઇલ પી જતા સારવારમાં
મોરબીના મકરાણી વાસ વિસ્તારમાં રહેતા અલીભાઈ હુસેનભાઇ બ્લોચ નામના 21 વર્ષના યુવાને શહેરના જેલ ચોક વિસ્તાર પાસે કોઇ કારણસર ફિનાઈલ પી લીધુ હતુ.જેથી કરીને તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.