મોરબીના બેલા નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લગતા મહિલાનું મોત
હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE







હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
હળવદ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ પણ કારણોસર યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ હતી.
જાણવા મળતી માહિતી માહિતી મુજબ હળવદમાં આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતો ગોપાલભાઈ માંગીલાલ વાસકલે જાતે ભીલ (20) નામનો યુવાન હળવદ નજીક આવેલ વનવગડો હોટલની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ પાણીમાંથી તેના બોડીને બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ અંગેની આગળ વધુ તપાસ એસ.ડી. સરૈયા ચલાવી રહ્યા છે
સગીર સારવારમાં
મોરબીના હળવદ તાલુકાના ટીકર ગામે રહીમભાઈના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારના ઈરફાન રહીમભાઈ ભટ્ટી નામના 14 વર્ષના સગીરને પેટના ભાગે છરીનો ઘા લાગેલ હાલતમાં સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને બનાવ સંદર્ભે આગળની વધુ તપાસ માટે બનાવની હળવદ પોલીસને જાણ કરાઈ હતી.

