વાંકાનેર નજીકથી દારૂની નાની 80 બોટલ સાથે એકની ધરપકડ: 43 હજારનો મુદામાલ કબજે
SHARE
વાંકાનેર નજીકથી દારૂની નાની 80 બોટલ સાથે એકની ધરપકડ: 43 હજારનો મુદામાલ કબજે
વાંકાનેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસેથી સ્કૂટર લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની 80 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ, સ્કૂટર અને મોબાઈલ આમ કુલ મળીને 43,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીએ તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેર સિટી પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કેરાળા ગામના બોર્ડ પાસેથી સ્કૂટર નંબર જીજે 36 એએમ 7499 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસે ચેક કરતા તે શખ્સની પાસેથી દારૂની નાની 80 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 8,000 રૂપિયાની કિંમતનો દારૂ, 5,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ અને 30,000 ની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 43 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અમિતભાઈ ઉર્ફે હમીદ હનીફભાઈ બ્લોચ જાતે મકરાણી (27) રહે. ચંદ્રપુર પાણીના ટાંકા પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો. તે દિશામાં પોલીસ આગળની તપાસ શરૂ કરી છે.
બાળક સારવારમાં
મોરબીના ટંકારા ખાતે આવેલ છાપરી નજીક રહેતા પરિવારનો સાત વર્ષનો બાળક આશિષ પ્રકાશભાઈ બારૈયા ઘર પાસે રમતો હતો.ત્યારે તેને કોઈ અજાણ્યુ ઝેરી જનાવર કરડી ગયું હતું.જેથી મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.