મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી બે ટાયરની વ્હીલ પ્લેટ સહિત ચોરી !


SHARE





























માળીયા (મી)માં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી બે ટાયરની વ્હીલ પ્લેટ સહિત ચોરી !

માળીયા (મી)માં રહેતા યુવાને પોતાના ઘર પાસે તેની કાર પાર્ક કરીને મૂકી હતી દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા યુવાનની કારમાંથી ડાબી સાઈડના બે ટાયર વ્હીલ પ્લેટ સહિત ચોરી કરવામાં આવેલ છે જેથી 5,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી)માં આવેલ અનુ. જાતિ વિસ્તારમાં રહેતા અમુભાઈ મોતીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (47) નામના યુવાને પોતે પોતાના ઘર પાસે તેની અલ્ટો ગાડી નંબર જીજે 3 ડીજી 7436 પાર્ક કરીને મૂકી હતી. જે ગાડીના ડાબી સાઇડના બે ટાયર વ્હીલ પ્લેટ સહિત કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તા 30 ના સાંજના સાત વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચોરી કરવામાં આવેલ છે જેથી 5,000 રૂપિયાની કિંમતના બે ટાયરની ચોરી થઈ હોવાની ભોગ બનેલ યુવાને માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દવા પી લેતા સારવારમાં
મોરબીના વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા ભારતીબેન આંબાભાઈ બાવરીયા નામના 38 વર્ષીય મહિલા ગારીયા ગામે વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.જેથી સ્ટાફના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
















Latest News