વાંકાનેર, ટંકારા અને માળીયામાં દારૂની ત્રણ રેડ: 51 બોટલ દારૂ-40 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા બેની શોધખોળ મોરબી નજીક રેઢી મળેલ ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 4.92 લાખનો મુદામાલ કબજે, આરોપીની શોધખોળ મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં જરૂરિયાત મંદ દીકરીની નર્સિંગની ફી ભરી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી: ગોડાઉન ભાડે રાખનાર સહિત બે સામે ફરિયાદ વાંકાનેરમાંથી ટાટા ડીઈએફ કંપનીના ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ મોરબી નજીક રિક્ષાનો ઓવરટેક કરીને કોઈ વાંક વગર યુવાનને બીજા રિક્ષા ચાલકે મારમાર્યો વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો
Breaking news
Morbi Today

મોરબીના કેરાળા ગામે ખેડૂતના ઘરમાં થયેલ 3.52 લાખના મુદામાલની ચોરીની ફરિયાદ 12 દિવસે લેવાઈ !


SHARE











મોરબીના કેરાળા ગામે ખેડૂતના ઘરમાં થયેલ 3.52 લાખના મુદામાલની ચોરીની ફરિયાદ 12 દિવસે લેવાઈ !

મોરબી તાલુકાનાં કેરાળા ગામે રહેતા વૃદ્ધ ખેડૂતના ઘરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરે પાછળના ભાગે રસોડાના બારણાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ કબાટમાં રાખવામાં આવેલ સોના ચાંદીના બે લાખથી વધુની કિંમતના દાગીના તથા દોઢ લાખ રૂપિયા રોકડા આમ કુલ મળીને 3.52 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે અને તે વૃદ્ધ ખેડૂતના બાજુમાં રહેતા તેના ભાઈના ઘરને પણ નિશાન બનાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા વૃદ્ધ છેલ્લા ૧૨ દિવસથી પોલીસ ફરિયાદ નોંધાવવા માટે થઈને પોલીસ સ્ટેશનને ધક્કા ખાતા હતા જોકે, હવે પોલીસે તેની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતીમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કેરાળા (હ) ગામે શંકરના મંદિર વાળી શેરીમાં રહેતા અમરશીભાઈ શીવાભાઈ ચારોલા જાતે પટેલ (68) નામના વૃદ્ધે અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 20/6 ના રાત્રિના 11:00 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 05:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના ઘરના પાછળના ભાગે રસોડાના દરવાજાનો નકૂચો તોડીને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને બેડરૂમમાં રાખવામાં આવેલ લોખંડના કબાટમાં તિજોરી તોડીને તેમાંથી 2,02,112 રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ દોઢ લાખ રૂપિયા રોકડા આમ કુલ મળીને 3,52,212 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે તેમજ ફરિયાદીના ઘરની બાજુમાં જ તેના નાના ભાઈ દિનેશભાઈ રહેતા હોય તેઓના મકાનના દરવાજા તોડીને તેમાં પણ ચોરી કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હાલમાં પોલીસે ભોગ બનેલા વૃદ્ધની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

વધુમાં ભોગ બનેલા ફરિયાદી અમરશીભાઈ ચારોલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓના પરિવારમાં તેમના પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરીનો સમાવેશ થાય છે અને જે દિવસે ચોરીની ઘટના બની ત્યારે તેમના પત્ની ઘરની અંદર સુતા હતા અને તેઓ બહાર ફળિયામાં સુતા હતા તેમજ તેનો દીકરો, દીકરી અને પુત્રબધુ અગાસી ઉપર સુતા હતા ત્યારે ઘરમાં આવેલા અજાણ્યા તસ્કર દ્વારા તેમના પત્નીને બહારથી દરવાજો બંધ કરીને ઘરમાં પૂરી દેવામાં આવ્યા હતા અને કબાટમાં રાખેલ રોકડ તથા દાગીનાની ચોરી કરવામાં આવેલ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે દિવસે ઘટના બની ત્યારે જ મોરબી તાલુકા પોલીસને ચોરીના બનાવની જાણ કરવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે એક કે બે નહીં પરંતુ તેના દસ દિવસ કરતા વધુ દિવસોથી ધક્કા ખાતા હતા ત્યારે 12 દિવસ બાદ ચોરીની આ ઘટનાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવામાં આવી છે અને અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. મકવાણા ચલાવી રહ્યા છે








Latest News