મોરબીમાં નદીકાંઠે બનાવેલ વિવાદિત દિવાલને સ્વામિનારાયણ સંસ્થા તોડી પાડશે: અધિક કલેક્ટર
મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી બાળકનું મોત: ચરાડવામાં યુવાને અંતિમ પગલું ભર્યું
SHARE









મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી બાળકનું મોત: ચરાડવામાં યુવાને અંતિમ પગલું ભર્યું
મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જ બંને બનાવની સ્થાનિક પોલીસ મથકોને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના નીચી માંડલ ગામે જયસુખભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ઇતેશભાઈ કીકડિયાનો આઠ વર્ષનો બાળક રોહન કોઈ કારણોસર નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે આ બાળકનું મોત નીપજ્યું હતું જેથી કરીને પાણીમાંથી તે બાળકની ડેડબોડીને બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ સ્થાનિક પોલીસ કર્મચારી જે.પી. વસિયાણીને સોંપવામાં આવેલ છે
હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં અરવિંદભાઈ કરસનભાઈની વાડીએ રહેતા અને મજૂરીકામ કરતા જગનભાઈ ક્રિષ્નાભાઈ રાવટાલા (47) નામના યુવાને વાડીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું છે આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એસ.બી. પરમાર ચલાવી રહ્યા છે
