મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

આનંદો: ટંકારા પાલિકામાં ચીફ ઓફિસર સહિતના અધિકારી મુકાયા


SHARE













આનંદો: ટંકારા પાલિકામાં ચીફ ઓફિસર સહિતના અધિકારી મુકાયા

મોરબી જીલ્લામાં હાલમાં ચાર તાલુકામાં પાલિકા હતી જો કે, ટંકારામાં પાલિકા ન હતી અને તેવામાં થોડા સમય પહેલા ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સરકારે ટંકારાને પાલિકા આપવાની જાહેરાત કરી હતી અને હાલમાં આ પાલિકામાં ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને મૂકવામાં આવેલ છે.

ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ હોવા છતાં તેનો વિકાસ જોઇએ તેવો થયો ન હતો જેથી કરીને વર્ષોથી ટંકારાને પાલિકા આપવાની માંગ કરવામાં આવી રહી હતી તેવામાં ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના હાજર હતા ત્યારે ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકા આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને હવે આ પાલિકાને ધમધમતી કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હાલમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ટંકારા પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મામલતદારને નગરપાલિકાના વહીવટદાર જાહેર કરવામાં આવ્યા છે. અને વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને ટંકારા પાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ આપવામાં આવેલ છે. જેથી તેઓ શુક્રવારે ટંકારા પાલિકાનો ચાર્જ સંભાળવાના છે. તે ઉપરાંત માળિયા પાલિકાના ઈજનેર વિવેક ગઢીયા અને ગોંડલ પાલિકાના મ્યુનિસિપલ ડે. એકાઉન્ટન્ટ સોનલબેન કાચાને ટંકારા પાલિકામાં વધારાનો ચાર્જ આપવામાં આવેલ છે.




Latest News