મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નગર દરવાજા ચોકમાં હિન્દુ યુવા વાહિની સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ


SHARE













મોરબીના નગર દરવાજા ચોકમાં હિન્દુ યુવા વાહિની સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ
 

રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં હિન્દુઓ માટે જે ટિપ્પણી કરવામાં આવેલ છે તેનો વિરોધ ઠેરઠેર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબીમાં કમલેશભાઈ બોરિચાની આગેવાનીમાં હિન્દુ યુવા વાહિની સંસ્થાઓ જેમાં મહાકાલ ગ્રૂપ, એકતા એજ લક્ષ્ય સંગઠન, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ, ઠાકોર સેના, મહાકાલ સેના તથા અન્ય સામાજિક સંગઠનના હોદેદારો સહિતના લોકો જોડાયા હતા અને રાહુલ ગાંધી હાય હાય, પપ્પુ હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધીના પૂતળાને પેટ્રોલ છાંટીને લઈ આવ્યા હતા. જો કે, તેને કાંડી ચાંપવામાં આવે તે પહેલા પોલીસે હિન્દુ સંગઠનના આગેવાનો પાસેથી પૂતળું આંચકી લીધું હતું. ત્યાર બાદ આગેવાનોએ રાહુલ ગાંધીના વિરોધમાં નારા લગાવ્યા હતા અને દેશની સંસદમાં હિન્દૂ સમાજની લાગણી દુભાઇ તેવી ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી દેશની માફી માંગે તેવી માંગ કરી હતી અને જો માફી નહિ માંગે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.




Latest News