મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબીના ઝિલટોપ વિટ્રિફાઇડમાં વેલ્ડીંગ કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત


SHARE











મોરબીના ઝિલટોપ વિટ્રિફાઇડમાં વેલ્ડીંગ કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલા જીલટોપ સિરામિક નામના યુનિટમાં ગઈકાલના વેલ્ડીંગ કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જયાં ટૂંકી સારવાર દરમિયાન આજે સવારે યુવાનનું મોત નિપજયુ હોવાનું તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળીયા(મિં.) તાલુકાના તરઘડી ગામના અને હાલ મોરબીના છાત્રાલય રોડ ઉપર નવા બસ સ્ટેશનના પાછળના ભાગે આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતો કિરીટભાઈ ભીમજીભાઇ સુવારીયા નામનો ૩૫ વર્ષનો યુવાન મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ જીલટોપ સીરામીકમાં તા.૪ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં વેલ્ડીંગ કામ કરતો હતો.તે દરમિયાનમાં તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.જેથી પીન્ટુભાઇ નામની વ્યક્તિ દ્વારા તેમને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન આજરોજ તા.૫-૭ ના સવારના સાતેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન કિરીટભાઈ ભીમજીભાઇ સુવારીયા નામના યુવાનનું મોત નીપજ્યું હતું.જેના પગલે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પકિવારમાં કલ્પાંત વ્યાપી ગયો હતો.બાદમાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટાફના જે.પી.વસીયાણી દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રવાપર ગામ પાસે આવેલ સ્વાગત ચોકડી નજીક રહેતા નરભેરામભાઈ લક્ષ્મણભાઈ પડસુંબીયા નામના ૫૮ વર્ષીય આધેડને મારામારીના બનાવમાં ઈજા થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ગત તા.૧ ના રોજ ખોખરા હનુમાન મંદિર બેલા ગામ પાસે આવેલ મોનાલીથ એલએલપી નામના યુનિટમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા નરભેરામભાઇને સારવાર માટે સિવિલએ લાવવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જનકનગર શેરી નંબર-૧ માં રહેતા વિનોદભાઈ લાલજીભાઈ મકવાણા નામના ૫૨ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.વધુમાં તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના વાવડી ગામે આવેલ ખોડીયાર ડેરી પાસેથી તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સહિત નીચે પડી જતા ઇજાઓ પામ્યા હતા જેથી સારવારમાં ખસેડાયા હતા.તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News