મોરબીમાં ભારતી વિધાલયમાં બેંક દ્વારા જાગૃતિનો સેમિનાર યોજાયો
મોરબીના વાડીમાં વિસ્તારમાં માલીકીની જમીનમાં ગેરકાયદે પાણીની લાઇન પથરવાનું કામ બંધ કરવા ખેડૂતની ચીફ ઓફિસરને રજૂઆત
SHARE






મોરબીના વાડીમાં વિસ્તારમાં માલીકીની જમીનમાં ગેરકાયદે પાણીની લાઇન પથરવાનું કામ બંધ કરવા ખેડૂતની ચીફ ઓફિસરને રજૂઆત
મોરબીમાં ગોકુળનગરની પાછળ આવેલ વાડીમાં માલીકીની જમીના ગેરકાયદે પાણીની લાઇન પથરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને ખેડૂત દ્વારા આ કામને તાત્કાલિક બંધ કરવામાં આવે તેના માટે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
મોરબીમાં ગોકુળનગરની પાછળ આવેલ ઘૂડની વાડીમાં રહેતા સંજયભાઈ છગનભાઈ ડાભીએ ચીફ ઓફીસરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, વજેપરના સર્વે નંબર ૭૧૮ માં માલીકીની જમીન આવેલ છે તેમાં ગેરકાયદસર રીતે પાણીની લાઈન તથા વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં ખેડૂતે જણાવ્યુ છે કે, જમીન ખાતેદારોની માલીકીની છે અને ખંડ મોટો હોય તેમાં ઘણાં બધા ખેડુત ખાતેદારો છે જેથી તમામને તેમની જમીનમાં આવવા જવા માટે જમીનની ઉતર શેઢ આશરે આઠ ફુટનો રસ્તો બાપદાદાના વખતથી રાખેલ છે. અને આ રસ્તો ખાનગી રસ્તો છે. અને જમીનની માલીકી પણ તેઓની જ છે.
તેમ છતાં પણ માલીકીના રસ્તામાં નવો હકક ઉભો કરવા કેસ મામલતદારમાં કરવામાં આવેલ છે. અને મામલતદારએ એકતરફી રજુઆતોને ધ્યાને લઈ તા. ૨૩/૪/૨૪ ના રોજ રસ્તો ખુલ્લો કરવા હુકમ કર્યો છે. જેથી કરીને તેની સામે ખેડૂતે નાયબ કલેકટરની કોર્ટમાં રીવીઝન અરજી કરેલ છે જે પેન્ડીંગ છે. તો પણ અધિકારી પોલીસને સાથે રાખીને માલીકીની જમીનમાં રસ્તો કરાવેલ છે આટલું જ નહીં મામલતદારે રસ્તા ઉપર જે દબાણ હોય તે દુર કરવાનો હુકમ કરેલ છે. પરંતુ તેઓની માલીકીની જમીનમાં અને રસ્તા પર દબાણ કરેલ છે તેને દૂર કર્યું નથી ! અને પાલીકાના માણસોએ જેસીબીથી ખાડા કરીને પાણીની લાઈન નાખવાનું કામ શરૂ કરી દીધેલ છે ? જેથી કરીને માલીકીની જમીનમાં ગેરકાયદેશર નાખવામાં આવી રહેલ પાણીની લાઈનનું કામ રોકવાની માંગ કરેલ છે


