મોરબીમાં અષાઢી બીજની રથયાત્રા પહેલા આજે ડીવાયએસપીની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઇ
SHARE






મોરબીમાં અષાઢી બીજની રથયાત્રા પહેલા આજે ડીવાયએસપીની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઇ
મોરબીમાં અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળે છે જેમાં હજારોની સંખ્યામાં રબીર અને ભરવાડ સમાજના લોકો જોડતા હોય છે જેથી આ ધાર્મિક પ્રસંગ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને આગામી રવિવારે જયારે રથયાત્રા નીકળશે ત્યારે રથયાત્રાના રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી દેવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં દરવર્ષે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન રબારી અને ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે અષાઢી બીજના દિવસે શહેરમાં યોજાનાર રથયાત્રાના રૂટ ઉપર ડીવાયએસપી પી.એ ઝાલાની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં મોરબી એ-ડીવીઝન પીઆઇ હકૂમતસિંહ જાડેજા, તાલુકા પીઆઇ એન.આર. મકવાણા સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા. અને આ ધાર્મિક પ્રસંગ શાંતિપૂર્ણ રીતે અને એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાઈ તે માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને રથયાત્રાના રૂટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે જેથી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે


