મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ મોરબીના આલાપ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તંત્રને ૨૪ કલાકનો અલ્ટીમેટમ, પછી પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

સ્ટંટબાજ ઝડપાયો: વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર જોખમી સ્ટંટ કરનારને શોધી કાઢતી પોલીસ


SHARE

મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમાં નેશનલ હાઇવે રોડ ઉપર બાઇકના સ્ટંટ કરતા શખ્સનો વિડિયો વાયરલ થયો હતો. જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા સ્ટંટબાજને શોધવા કવાયત શરૂ કરવામાં આવી હતી અને જોખમી રીતે બાઈકના સ્ટંટ કરતા શખ્સને પકડીને પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યુ હતુ

મોરબી જીલ્લામાં વાંકાનેર બાઉન્ટ્રીથી વાંકાનેર શહેરમાંથી પસાર તા નેશનલ હાઈવે ઉપર જોખમી રીતે બાઈકનો સ્ટંટ કરતા શખ્સનો વિડિયો વાયરલ થયેલ હતો જેથી આ વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેની શોધખોળ શરૂ કરી હતી. અને ડીવાયએસપી  એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઇ એચ.વી. ઘેલા અને ટીમે વાયરલ થયેલ વિડીયોના વાહન માલિકને શોધી જોખમી રીતે બાઈકના સ્ટંટ કરતા ઈરફાનભાઈ મકબુલશા શાહમદાર (21) રહે. તીથવા તાલુકો વાંકાનેર વાળાને શોધીને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી સ્ટંટબાજને કાયદાનું ભાન કરાવ્યુ હતુ. 

વધુમાં પોલીસ અધિકારી પાસેથી જાણવા મળતી વિગચ પ્રમાણે આજે સવારથી સોશિયલ મીડિયામાં જે વિડિયો બાઈક ઉપર સ્ટંટ કરતાં શખ્સનો વાયરલ થયો હતો તે વિડિયો આ શખ્સે ગત એપ્રિલ માસની આસપાસ બનાવ્યો હતો અને તેણે પોતાના સોશિયલ મીડિયાના ઇનસ્ટાગ્રામના પ્લેટફોર્મ ઉપર આ વિડીયો મુક્યો હતો. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસના ધ્યાને આવતાની સાથે જ તાત્કાલિક સ્ટંટબાજની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
Latest News