મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં એસીનું પાણી ઘરમાં પડતું હોવાનો ખાર રાખીને યુવાનને સાત શખ્સોએ માર માર્યો


SHARE













મોરબીમાં એસીનું પાણી ઘરમાં પડતું હોવાનો ખાર રાખીને યુવાનને સાત શખ્સોએ માર માર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ હનુમંત એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનના ઘરમાં મૂકવામાં આવેલ એસીનું પાણી ઘરમાં પડતું હતું તે બાબતનો ખાર રાખીને યુવાન સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી ત્યારબાદ શેરીમાં યુવાન ભેગો થતાં તેને ગાળો આપીને માથામાં ધોકો માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હનુમંત એપાર્ટમેન્ટના બ્લોક નં- 302 માં રહેતા અશ્વિનભાઈ ઓધવજીભાઈ વરમોરા જાતે પટેલ (38)એ હાલમાં ધવલભાઈ શેરસીયા, આશિષભાઈ આહીર, કેવલભાઈ ડાભી, ઉદયભાઇ શેરસિયા, જેરામભાઈ ડાભી, પ્રદીપભાઈ આહીર અને ધ્રુવભાઈ પટેલની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેનેજણાવ્યુ છે કે, તેઓના ફ્લેટમાં મુકેલ એસીનું પાણી ધવલ શેરસિયાના ઘરમાં પડતું હતું. તે બાબતનો ખાર રાખીને ધવલ, આશિષ અને કેવલ તેના ઘરે આવ્યા હતા અને તેની સાથે બોલાચાલી કરી ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ ફરિયાદી યુવાન શેરીમાં ભેગો થતા તેને ઉદય, જેરામ, પ્રદીપ અને ધ્રુવ દ્વારા ગાળો આપીને જપાજપી કરવામાં આવી હતી ત્યારે ઉદયએ લાકડાનો ધોકો ફરિયાદ યુવાને માથામાં માર્યો હતો અને તેની સાથે સાહેદને પણ વચ્ચે પડતા માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઇક સ્લીપ
મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ દર્શન એપાર્ટમેન્ટ રામસેતુ સોસાયટી ખાતે રહેતા શૈલેષભાઈ લાલજીભાઈ બાવરવા (45) નામનો યુવાન મોરબીના ઘૂટું ગામથી માંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપર બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે કેનાલ પાસે કોઈ કારણોસર તેનું બાઇક સ્લીપ થયું હતું. જેથી અકસ્માત થયો હતો જેમાં શૈલેષભાઈને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News