મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ મોરબીના આલાપ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તંત્રને ૨૪ કલાકનો અલ્ટીમેટમ, પછી પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા પાસે સ્કૂટરને હડફેટે લઈને યુવતીનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE

ટંકારાના મિતાણા પાસે સ્કૂટરને હડફેટે લઈને યુવતીનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર મિતાણા ગામ પાસે સ્કૂટરને ટ્રક ચાલતા હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક યુવતીની બહેનની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરા શેરી નં-6 માં રહેતા પૂનમબેન જેરામભાઈ શુકલ જાતે અનુ. જાતિ (19)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 6 એઝેડ 8676 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા નજીક ઓવરબ્રિજ ઉપરથી તેઓના બહેન અંજલીબેન જેરામભાઈ શુકલ (23) તેનું સ્કૂટર નંબર જીજે 3 ડીજે 3723 લઈને રાજકોટ બાજુથી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ટ્રક ચાલકે તેઓને હડફેટે લેતા ફરિયાદીના બહેનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં પોલીસે મૃતક યુવતીની બહેનની ફરિયાદ લઈને આરોપી ટ્રક ચાલકને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર સનહાર્ટ સીરામીક પાસે ડીવાઈડરની કટમાં ટ્રક નંબર આરજે 51 જીએ 3347 ના ચાલકે અચાનક યુટર્ન લેતા વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ ગુલશન પાર્ક સોસાયટીમાં રહેતા મહમદશાહિદ અબ્દુલભાઈ પરાસરા જાતે મોમીન મુસ્લિમ (20) ના બાઇક નંબર જીજે 36 એએચ 7856 ને જમણી સાઈડથી ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદી યુવાનને જમણા પગના ઘૂંટણના ભાગે તથા ઘુટીના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
Latest News