મોરબી સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં મહિલાને શુદ્ધ ઘી ના ડ્રાયફુટયુક્ત શીરાની વિતરણ
SHARE






મોરબી સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં મહિલાને શુદ્ધ ઘી ના ડ્રાયફુટયુક્ત શીરાની વિતરણ
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા પ્રસુતિ વિભાગમાં દર રવિવારે ચાલતા ર્ડો કુસુમબેન એ. દોશી પરિવાર અને જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા મહિલાઓને શુદ્ધ ઘી નો ડ્રાયફુટ યુક્ત શીરો પ્રસાદમાં આપવામાં આવ્યો હતો. આ પ્રસાદની સાથે તેમની તંદુરસ્તી અને પરિવાર ભાવની જેમ તેમની તબિયત ની કાળજી સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સેવાકાર્યમાં જલારામ મંદિર મહિલા મંડળનાં નયનાબેન મીરાણી, રીનાબેન, ભાવનાબેન સોમૈયા, નયનાબેન. કોટક, ચંદ્રિકાબેન માનસેતા, ભારતીબેન વગેરે જોડાયા હતા.


