મોરબી સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં મહિલાને શુદ્ધ ઘી ના ડ્રાયફુટયુક્ત શીરાની વિતરણ
મોરબી જિલ્લાના દેવગઢ ગામે ઘરમાં નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરી ચલાવતા બે સગા ભાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
SHARE






મોરબી જિલ્લાના દેવગઢ ગામે ઘરમાં નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરી ચલાવતા બે સગા ભાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
માળીયા મિયાણા તાલુકાનાં દેવગઢ ગામે ઘરમાંથી નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઇ હતી. ત્યારે ઘરમાંથી દારૂ ભરેલી બોટલો, ખાલી બોટલો, અલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર અને ઢાંકણા તેમજ બનાવટી દારૂનું 450 લિટર પ્રવાહી પોલીસે કબજે કર્યું હતું અને બે સગા ભાઈની ધરપકડ કરી હતી અને આ બંનેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આ ગુનામાં પકડવાના બાકી આરોપી પૈકીનાં બે આરોપી જેલમાં છે જેથી તેનો કબ્જો લેવા માટે તજવીજ હાથ ધરી છે. અને આ નકલી દારૂ લેનારા બુટલેગરોને પણ પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
મોરબી એલસીબીની ટીમે બાતમીના આધારે માળીયા મિયાણા તાલુકાના દેવગઢ ગામે રહેતા જયરાજ જીવણભાઈ સવસેટા અને જયદીપ જીવણભાઈ સવસેટાના રહેણાક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી નકલી દારૂની મિનિ ફેક્ટરી પકડી હતી. જેથી પોલીસે ઘરમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની 16 બોટલ અને તૈયાર બનાવટી ઈંગ્લીશ દારૂનું 450 લીટર પ્રવાહી, દારૂની ખાલી બોટલો, અલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર અને ઢાંકણા વિગેરે મળી 2,79,705 નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે
જે બે આરોપીને પકડ્યા હતા તેની પ્રાથમિક પૂછપરછમાં આ ગોરખધંધામાં કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયા, અલ્તાફ ઉર્ફે રાજા સોકત ખોડ, ચિરાગ, લક્કીસિંગ દરબાર, સાજીદ ઉર્ફે સાજ્લો લાધાણી અને બાલો સતવારો રહે. બધા મોરબી વાળાના નામ સામે આવ્યા હતા જેથી પોલીસે સાતેય સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી હતી. અને જે બે આરોપી ઝડપાયા હતા તેને કોર્ટમાં રજૂ કરીને તેના ત્રણ દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા અને આ ગુનામાં પકડવા બાકી આરોપી પૈકીનાં કિશન ઉર્ફે કાનો પાટડીયા અને અલ્તાફ ઉર્ફે રાજા ખોડ મોરબીની જેલમાં છે જેથી તેનો કબ્જો લેવા માટેની તપાસનીસ અધિકારી પીએસઆઈ કે.એચ. ભોચિયા અને તેની ટીમે તજવીજ હાથ ધરી છે.


