મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અંજીયાસર ગામે પતિની હત્યા કરનાર પત્ની-સાળો જેલ હવાલે: દીકરો રિમાન્ડ ઉપર


SHARE













માળીયા (મી)ના અંજીયાસર ગામે પતિની હત્યા કરનાર પત્ની-સાળો જેલ હવાલે: દીકરો રિમાન્ડ ઉપર

માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે આધેડે તેની દીકરી ઉપર નજર બગાડતા આધેડની તેની જ પત્નીએ ગળાટુંપો આપીને હત્યા કરી નાખી હતી. અને ત્યાં બાદ હત્યાના બનાવને અકસ્માત કે આપઘાતમાં ખપાવવા માટે મહિલાએ તેના ભાઈ અને દીકરાની સાથે મળીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો જે ગુનામાં પકડાયેલ મૃતકની પત્ની-સાળાના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરેલ છે અને દીકરો હાલમાં રિમાન્ડ ઉપર છે.

માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે રહેતા સાહિલભાઈ હાજીભાઈ મોવર (23)એ તેના પિતાની હત્યાની ફરિયાદ તેની જ માતા અને મામાની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી. જે ગુનામાં પોલીસે મૃતકના પત્ની શેરબાનુ હાજીભાઈ મોવર અને સાળા ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડની પોલીસે ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ પણ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં મહિલા સહિતના બે અને આરોપીઓને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં મૃતકના નાના દીકરા નબીબભાઇ હાજીભાઇ મોવર (19) રહે. અંજીયાસર માળીયા વાળાની છેલ્લે ધરપકડ કરી હતી જે આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે તેવી માહિતી તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

અત્રે ઉલેખનીય છેકે, ફરિયાદીના પિતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર (55)એ તેની જ સગી દીકરી ઉપર નજર બગાડી હતી. જેથી ફરિયાદીની માતા શેરબાનુ હાજીભાઈ મોવરએ તેને ચા અને શાકમાં બેભાન થવા માટેની ટીકડીઓ આપી હતી અને તે બેભાન થઈ જતા તેને ચુંદડી વડે ગળાટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તેના ભાઈ ઇમરાનભાઈ અને દીકરા નબીબભાઇને સાથે રાખીને મચ્છુ નદીના કાંઠે ફતેપર ગામ તરફ જવાના કાચા રોડે લાશને ફેંકી દીધી હતી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.




Latest News