મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ કાચબાના શિકારના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાંથી ચંદ્રકાંતભાઈ વિરમગામા-હિતુભા રાઠોડ સસ્પેન્ડ હડાળા પાસે કારે 10 વર્ષના બાળકને હડફેટે લીધો, પિતાની નજર સામે રોડ ક્રોસ કરતાં પુત્રનું મોત મોરબીમાંથી સગીરાનુ અપહરણ, આરોપી પકડીને કરાયો જેલ હવાલે મોરબીના ધરમપુર નજીક પુલની રેલિંગ તોડીને થાર ગાડી નદીમાં ખાબકી: ચાર વ્યક્તિ હેમખેમ મોરબીના મહેન્દ્રનગર ગામે સિવિલના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે પાણીના ખાડામાં ડૂબી જવાથી સગીરાનું મોત


SHARE















ટંકારાના લજાઈ ગામે પાણીના ખાડામાં ડૂબી જવાથી સગીરાનું મોત

ટંકારા તાલુકાના લજાઈ ગામે વાડી વિસ્તારમાં આવેલ પાણીના ખાડામાં ડૂબી જવાના કારણે સગીરાનુ મોત નીપજ્યું હતું જેથી તેના ડેડબોડીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લજાઈ ગામે સુરજભાઈ કોટડીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કાનજીભાઈ મેડા જાતે આદિવાસીની 16 વર્ષની દીકરી સંગુબેન ત્યાં વાડીની બાજુમાં આવેલ પાણીના ખાડામાં કોઈપણ કારણોસર પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોતી નીપજયું હતું. ત્યારબાદ તે સગીરાના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા હિતેશભાઈ નાનજીભાઈ કૈલા (49) બાઈક લઈને ઘૂટું ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સરકારી શાળા પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં હિતેશભાઈને ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.પી. વસિયાણી ચલાવી રહ્યા છે






Latest News