મોરબીના બેલા નજીક કારખાનામાં કામ દરમિયાન કન્વેન્યર બેલ્ટમાં આવી જવાથી યુવાનનો હાથ કપાઈ ગયો
SHARE









મોરબીના બેલા નજીક કારખાનામાં કામ દરમિયાન કન્વેન્યર બેલ્ટમાં આવી જવાથી યુવાનનો હાથ કપાઈ ગયો
મોરબી નજીકના બેલા ગામ પાસેથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનનો કન્વેન્યર બેલ્ટમાં હાથ આવી ગયો હતો જેથી કરીને યુવાનનો હાથ કપાઈ ગયો હતો. માટે તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ કિયા માઇક્રોન એલએલપી નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મનુભાઈ રાજુભાઈ ગણાવા (25) નામનો યુવાન કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો દરમિયાન કન્વેન્યર બેલ્ટમાં હાથ આવી ગયો હતો જેથી કરીને તેનો હાથ કપાઈ ગયો હતો. માટે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. ઝાપડિયા દ્વારા કરવામાં આવી હતી.
અકસ્માતમાં ઇજા
મોરબીમાં આવેલ જુના બસ સ્ટેશન પાસે શોરૂમ નજીકથી સાઇકલ લઈને મોરબીના લખધીરવાસ વિસ્તારમાં રહેતો ધરમદાસ નામનો વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
વૃદ્ધા સારવારમાં
રાજકોટના શિવપરા શેરી નં-7 માં રહેતા દમયંતીબેન નટવરસિંહ પરમાર (63) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના ગ્રીનચોક પાસે આવેલ મોચી શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી
