મોરબીના બેલા નજીક કારખાનામાં કામ દરમિયાન કન્વેન્યર બેલ્ટમાં આવી જવાથી યુવાનનો હાથ કપાઈ ગયો
મોરબીના ઘુટું ગામે રામકો વિલેજમાં એસિડ પી ગયેલ યુવતીનું રાજકોટ સારવારમાં મોત
SHARE









મોરબીના ઘુટું ગામે રામકો વિલેજમાં એસિડ પી ગયેલ યુવતીનું રાજકોટ સારવારમાં મોત
મોરબી નજીકના ઘુટું કામે આવેલ રામકો વિલેજ ખાતે રહેતા પરિવારની દીકરીએ કોઈ કારણોસર એસિડ પી લેતા તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘુટું ગામે આવેલ રામકો વિલેજમાં રહેતા વાલજીભાઈ ફાંગલીયા જાતે ભરવાડની 18 વર્ષની દીકરી સોનલબેને પોતે પોતાના ઘરે હતી ત્યારે તા. 7/7 ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર પોતાની જાતે ઘરે એસિડ પી લીધું હતું. જેથી તે યુવતીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, સારવાર કારગત ન નિવડતા તેનું તા.8/7 ના રાત્રે પોણા બે વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે.
મારામારીમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા દુર્લભજીભાઈ ત્રિભોવનભાઈ (48) નામના વ્યક્તિને આલાપ રોડ ઉપર મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાન સારવારમાં
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજની પાછળના ભાગમાં જીવરાજ પાર્કમાં રહેતા કાનજીભાઈ શામજીભાઈ મૂછડિયા (47)એ ગત તા.7/7 ના રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે ટાઇલ્સના કટકા વડે હાથ ઉપર ચેકા મારીને ઇજા કરી લીધેલ હતી. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
