વાંકાનેરના મહિકા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર બાઈકના સ્ટંટ કરનાર શખ્સને પોલીસે દબોચ્યો
હળવદના ટીકર ગામે પરણીતાને પતિ સાથે બોલાચાલી થતા ઝેરી દવા પી લેતા સારવારમાં
SHARE






હળવદ તાલુકાના ટીકર ગામે વાડીએ રહેતી પરણીતાને પતિ સાથે બોલાચાલી થતા ઝેરી દવા પી લેતા સારવારમાં
હળવદ તાલુકાના ટીકર ગામે વાડી વિસ્તારમાં વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની મહિલાને તેના પતિ સાથે બોલાચાલી થઈ હતી જે બાબતે તેને મનોમન લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના ખડલા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ટીકર ગામે અશોકભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ફૂલસિંગભાઈ ભીલના પત્ની મીરાબેન ફુલસિંગભાઈ ભીલ (22) એ વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પરણીતાને તેના પતિ સાથે બોલાચાલી થઈ હતી જે બાબતે તેને મનોમન લાગી આવતા તેણે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી હાલમાં આ બનાવ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ. કે.એચ. આંબરીયા ચલાવી રહ્યા છે.

