હળવદના ટીકર ગામે પરણીતાને પતિ સાથે બોલાચાલી થતા ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબી : માળિયા (મીં) ના જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા
SHARE
માળિયા (મી) ના જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા: ૧૦,૨૦૦ ની રોકડ કબ્જે
માળીયા (મી)ના જુના ઘાટીલા ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શક્તિ પ્લોટ ઉમિયા શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમી રહેલા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦,૨૦૦ ની રોકડ કબ્જે કરી હતી અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટ ઉમિયા શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દલસુખભાઈ નાથાભાઈ ધરોડિયા (૩૫), ઓધવજીભાઈ હેમુભાઇ સુરાણી (૪૪), સિંધાભાઈ નાનજીભાઈ ઉપાસરીયા (૫૯), લાભુભાઈ પ્રભુભાઈ ધોરકડિયા (૫૫) અને કાસમભાઈ અબ્દુલભાઈ ચાનીયા (૪૩) રહે બધા જૂના ઘાટીલા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૦,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
હળવદમાં પંચમુખી ઢોરા હીરાવાડી વિસ્તારમાં બાવળની આડમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા નીતિનભાઈ ખેમશંકરભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૫૭) રહે હરીનગર ગોલ્ડન સોસાયટી હળવદ વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૬૦૦ ની રોકડ કબજે કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.