મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં નિર્દોષ રિક્ષા ચાલકને ધોકા વડે માર મારીને પતાવી દેવાની ધમકી આપનાર પત્રકારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ


SHARE









મોરબીમાં નિર્દોષ રિક્ષા ચાલકને ધોકા વડે માર મારીને પતાવી દેવાની ધમકી આપનાર પત્રકારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ

મોરબીમાં થોડા દિવસો પહેલા શનાળા રોડે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે રિક્ષાનો યુટર્ન લેવા માટે રીક્ષા ચાલક પોતાની રીક્ષા સામેથી વાહન આવતું હોય ઉભી રાખીને ઉભો હતો.દરમિયાન પાછળથી પત્રકારે તેની કાર રિક્ષામાં અથડાવી હતી ! અને ત્યારબાદ ચોરી ઉપર સે સીના જોરીની જેમ પત્રકારે તેની કારમાંથી ધોકો કાઢીને રીક્ષા ચાલકને માર માર્યો હતો અને રિક્ષામાં નુકસાની કરી હતી આટલું જ નહીં પરંતુ “હવે મને ભેગો થતો નહીં નહીંતર તને પતાવી દઇસ” તેવી ધમકી પણ આપી હતી.જે બનાવની ફરિયાદ આધારે પોલીસે હાલમાં પત્રકારની ધરપકડ કરી હતી. અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા સંદીપભાઇ અનીલભાઈ જોષી (32) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તા.10 ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરશામાં તે પોતાની રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 0847 લઈને મોરબીના ઉમીયા સર્કલથી નવા બસ સ્ટેશન તરફ આવ્યો હતો અને ત્યારે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે યુટર્ન લેવો હતો જો કે, સામેથી વાહન આવતું હોવાથી તેને પોતાની રિક્ષાને બ્રેક કરી હતી અને ત્યારે આરોપીએ પાછળથી તેની કાર ફરિયાદી યુવાનની રીક્ષામાં ધડાકાભેર અથડાવી હતી.જેથી ફરિયાદી નીચે ઉતારીને ગાડી વાળાને “ભાઈ જોયને ચલાવો” તેવું કહ્યું હતું જે રવિને સારું નહીં લગતા તેણે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને બોલાચાલી કરી હતી.

જેથી ફરિયાદી કહ્યું કે, “તમે મારી રિક્ષા પાછળ તમારી ગાડી અથડાવેલ છે અને તો પણ મને ગાળો કેમ આપો છો” જેથી કાર ચાલકે તેની ગાડીમાથી લાકડાનો ધોકો કાઢીને રિક્ષા ચાલકને માર માર્યો હતો. અને રવિએ જતાં જતાં રિક્ષા ચાલકને કહ્યું હતું કે, “હવે મને ભેગો થતો નહીં નહીંતર તને પતાવી દઇસ” જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી. જેના આધારે તપાસનીસ અધિકારી અરવિંદભાઇ જાપડિયા દ્વારા મારમારી  કરનાર પત્રકાર રવિ ભડાણીયા (26) રહે.ગોકુલધામ સોસાયટી મોરબી વાળાની સામે કાર્યવાહી કરી હતી અને ત્યાર બાદ બીજી વખત સુલેહ શાંતિનો ભંગ ન કરે તે માટે પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News