મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી પાસે ખુંટીયા સાથે બાઇક અથડાતા યુવાનનું મોત


SHARE









મોરબીની પીપળીયા ચોકડી પાસે ખુંટીયા સાથે બાઇક અથડાતા યુવાનનું મોત

મોરબીના નવલખી હાઇવે ઉપર રાતે સાડા બાર વાગ્યાના અરસામાં વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ખૂંટીયા સાથે તેનું બાઇક અથડાતાં અકસ્માત થયો હતો અને યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર પીપળીયા ચોકડી પાસે આવેલ રત્નકલા એક્સપોર્ટ નામના કારખાના પાસેથી જીગ્નેશભાઈ વિનુભાઈ ચાવડા (26) રહે. જય ગોપાલ નળીયાના કારખાનામાં લીલાપર રોડ મોરબી વાળો બાઈક લઈને જતો હતો ત્યારે રાત્રિના સાડા બાર વાગ્યાના અરસામાં રોડ ઉપર ખૂંટીયા સાથે તેનું બાઇક અથડાયું હતું. જે બનાવમાં યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. હાલ તાલુકા પોલીસ મથકના એએસઆઈ જીલુભાઇ ગોગરા તપાસ કરી રહ્યા છે અને તેની પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાન પીપળીયા ચોકડી બાજુ મેલડી મંડળ જોવા માટે ગયેલ હતો અને પરત આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માતનો બનાવ બનેલ છે.

મારામારીમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતો કાનજી દેવજીભાઈ સારેસા (35) નામનો યુવાન મોરબીની ત્રાજપર ચોકડી પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થતાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણાએ કરી હતી

મહિલા સારવારમાં
કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના વણખાણા ગામે રહેતા પૂજાબેન દેવેન્દ્રભાઈ સિંગ (28) નામની મહિલા મોરબી તાલુકાના ગાળા ગામ પાસે હતી ત્યારે ત્યાં ટ્રકમાં આવી જતા તેને અકસ્માતે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ દ્વારા કરવામાં આવી હતી
 




Latest News