મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામથી પાનેલી તરફ જવાનો રસ્તો ખુલ્લો કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત


SHARE









મોરબીના જાંબુડીયા ગામથી પાનેલી તરફ જવાનો રસ્તો ખુલ્લો કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત

મોરબી તાલુકાનાં જાંબુડીયા ગામથી પાનેલી ગામ તરફ જવાનો જે રસ્તો હતો તેને પાનેલી સર્વે નંબર 140 પૈકીમાંથી બનતી જીઆઈડીસી દ્વારા બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને ગ્રામજનોએ આ રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

હાલમાં મોરબી તાલુકાની જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, જીઆઈડીસી દ્વારા જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયેલ છે જેથી કરીને આ રસ્તો ખુલ્લો કરવામાં આવે તે જરૂરી છે છેલ્લા ઘણા વર્ષોથી જાંબુડીયાના સર્વે નંબર 146 નું પાણી પાનેલી તળાવમાં જતું હતું તે પાણીના વોકળા બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને આ પાણી જાંબુડીયાના ખેતરોમાં ભરાઈ છે. અને જો વોકળા ખુલ્લા કરવામાં નહીં આવે તો ખેડૂતોને પણ નુકશાન થશે.

અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી મામલતદાર મોરબીને જાહેર હિતમાં રસ્તા-વોકળા ખુલ્લા કરવા રજૂઆત કરવામાં આવી રહી છે જો કે, આજ સુધીમાં જીઆઇડીસી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને ફરજમાં અક્ષમ્ય બેદરકારી રાખીને જીઆઇડીસીને મદદ કરી હોય તેની કામ કર્યું છે જેથી કરીને વધુ વરસાદ પડે અને જાંબુડીયા, લઘધીરપુર તથા પાનેલી ગામમાં પાણી ઘુસી જાય અને મોટું નુકસાન થાય તે પહેલા કલેક્ટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News