માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબી નજીક કાવું મારવા જતાં પલટી મારી ગયેલ ડમ્પર પેટ્રોલ પંપની દિવાલ સાથે અથડાયું


SHARE









મોરબી નજીક કાવું મારવા જતાં પલટી મારી ગયેલ ડમ્પર પેટ્રોલ પંપની દિવાલ સાથે અથડાયું

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસેથી ડમ્પર લઈને પસાર થઈ રહેલા શખ્સે કાવું મારવા જતા ડમ્પરના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને ડમ્પર પલટી ખાઈ ગયું હતું. અને ત્યારબાદ ત્યાં આવેલ પેટ્રોલ પંપની દિવાલ સાથે અથડાયું હતું જેથી પેટ્રોલ પંપમાં નુકસાની થયેલ હોવાથી હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે જેના આધારે પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલું ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ધરમપુર ગામની સીમમાં હીના પેટ્રોલ પંપના રૂમમાં રહેતા અને ત્યાં મેનેજર તરીકે કામ કરતા લખમારામ મોતીરામ પંચાલ જાતે મેઘવાલ (30) નામના યુવાને ડમ્પર નંબર જીજે 36 વી 9969 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર હીના પેટ્રોલ પંપ પાસેથી આરોપી પોતાના હવાલા વાળું ડમ્પર લઈને જઈ રહ્યો હતો ત્યારે અન્ય વાહનનું કાવુ મારવા જતા ડમ્પર ચાલકે તેના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી ડમ્પર પલટી મારી ગયું હતું અને ડમ્પર પેટ્રોલ પંપની દિવાલ સાથે આડુ અથડાતા દિવાલમાં તથા ત્યાં રાખવામાં આવેલ હવા ભરવા માટેના કમ્પ્રેસર મશીનમાં નુકસાની થયેલ છે. અને ડમ્પર ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન ત્યાં મૂકીને નાસી ગયો હતો. જેથી હાલમાં પેટ્રોલ પંપના મેનેજરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.




Latest News