મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યના પ્રયત્નોથી વી.સી.ટેક. હાઈસ્કૂલમાં વર્ગ-૨ ના આચાર્યની નિમણુંક


SHARE







મોરબીના ધારાસભ્યના પ્રયત્નોથી વી.સી.ટેક. હાઈસ્કૂલમાં વર્ગ-૨ ના આચાર્યની નિમણુંક

મોરબી તાલુકામાં આવેલ ધ વી.સી. ટેક. હાઈસ્કૂલ સો કરતા વધુ વર્ષ જૂની મોરબીની આન બાન અને શાન એવી એકમાત્ર સરકારી શાળા છે, જેમાં મોરબીના ઓરપેટના સંસ્થાપક ઓ.આર.પટેલ, શિક્ષક તરીકે ફરજ બજાવી છે, ડો.જ્યંતીભાઈ ભાડેસીયા, ડો.સતિષભાઈ પટેલ જેવા અનેક ડોકટર તેમજ મોરબી પંથકની અનેક ગણ્ય માન્ય મહાનુભાવોએ અભ્યાસ કર્યો છે અને આજે જેમાં ધો.9 થી 12 ના 1300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને મોટા ભાગના સરકારી કાર્યક્રમો આ સ્કૂલમાં થાય છે.

મોરબીની ધ વી.સી. ટેક. હાઈસ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન અને વ્યવસ્થાપન આ સ્કૂલમાંથી થાય છે, પણ છેલ્લા પાંચ વર્ષથી આ સ્કૂલમાં રેગ્યુલર વર્ગ-2 ના આચાર્યની જગ્યા ખાલી હતી, ઈન્ચાર્જ આચાર્યનું અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા ઈન્ચાર્જના પણ ઈન્ચાર્જ આચાર્યથી વી.સી.હાઈસ્કૂલનો વહીવટ ચાલતો હતો. આ શાળામાં અભ્યાસ કરતા 1300 જેટલા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને ધ્યાને લઈ મોરબીના જાગૃત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆતને ધ્યાનમાં લઇ વી.સી.ટેક. હાઈસ્કૂલમાં વર્ગ-2 ના અને હાલ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે વિષય નિષ્ણાંત તરીકે ફરજ બજાવતા ભદ્રસિંહ અર્જુનસિંહ વાઘેલાની આચાર્ય તરીકે નિમણુંક થતા ઘણાં લાંબા સમય બાદ વી.સી.હાઈસ્કૂલમાં રેગ્યુલર આચાર્ય મળતા કાંતિભાઈ અમૃતિયા અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરનો અને શિક્ષણ વિભાગનો સમગ્ર વી.સી.હાઈસ્કૂલ  પરિવારે આભાર પ્રકટ કરેલ છે.






Latest News