મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ: એક શખ્સ સામે ફરિયાદ


SHARE










હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ: એક શખ્સ સામે ફરિયાદ


હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર મજૂરી કામ કરવા માટે તેને આવેલા છોટા ઉદેપુર જિલ્લાના મૂળ રહેવાસી પરિવારની દીકરીનું ગોપાલભાઈ રૂડાભાઈ ઠાકોર શખ્સે લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને બાંધકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું છે. જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે આઈપીસી કલમ 363, 366 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસ ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

હળવદમાં આવેલ લક્ષ્મીનારાયણ ચોક પાસે રહેતા ઋષિરાજ રાજેન્દ્રભાઈ આચાર્ય (37) નામનો યુવાન મોરબીમાં લાલપર ગામ નજીક આવેલ ઓમકાર પેટ્રોલ પંપ પાસે હતો ત્યારે ત્યાં અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક મારામારિનો બનાવ બન્યો હતો જે બનાવમાં બે વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા જેમાં ગૌરીબેન ભુપતભાઈ રાઠોડ (60) તથા કિંજલબેન દિનેશભાઈ રાઠોડ (16) નો સમાવેશ થયે છે અને તે બંનેને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવી હતી.




Latest News