મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાને વ્યાજ મુક્ત તાલુકો કરવા વ્યાજખોર સહિતની સમસ્યા પોલીસ સુધી પહોંચાડો એટલે પોલીસ સર્જરીમાં કોઈ કચાસ રાખશે નહી: આઇજી અશોક યાદવ


SHARE







વાંકાનેર તાલુકાને વ્યાજ મુક્ત તાલુકો કરવા વ્યાજખોર સહિતની સમસ્યા પોલીસ સુધી પહોંચાડો એટલે પોલીસ સર્જરીમાં કોઈ કચાસ રાખશે નહી: આઇજી અશોક યાદવ
 
રાજ્યમાં વ્યાજખોરના દુષણને ડામવા માટે થઈને સરકાર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે જેના ભાગરૂપે આજે મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં પટેલ સમાજ વાડી ખાતે રેન્જ આઈજી ની હાજરીમાં જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવની હાજરીમાં જુદી જુદી બેંકમાંથી કુલ મળીને 38 જેટલા લાભાર્થીઓને કુલ 7.75 કરોડ જેટલી રકમના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે રેન્જ આઈજી એ લોકોને સંબોધતા કહ્યું હતું કે તમારી કોઈ પણ સમસ્યા હોય તો તે પોલીસ સુધી પહોંચાડો ત્યારબાદ જે સર્જરી કરવાની છે તેમાં પોલીસ કોઈ કચાશ રાખશે નહીં.
 
મોરબી જિલ્લા સહતિ સમગ્ર રાજ્યની અંદર વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક પરિવારના માળા વિખાયા તેવું છેલ્લા વર્ષોમાં બન્યું હતું જેથી સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર વ્યાજખોરના દુષણને લાવવા માટેની એક ઝુંબેશ છેલ્લા એક વર્ષથી શરૂ કરવામાં આવી હતી અને તેને અંતર્ગત જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વ્યાજખોરી બાબતની 50 જેટલી ફરિયાદ જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાઈ હતી. અને તેમાં 150 જેટલા આરોપીઓની સામે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારબાદ ચાલુ નાણાકીય વર્ષમાં પણ લોકોને સરળતાથી બેંકોમાંથી લોન મળે અને વ્યાજખોરોના દૂષણમાં ન ફસાય તે માટે જનજાગૃતિ લાવવાના હેતુ સાથે જુદા જુદા વિસ્તારોમાં જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર શહેરમાં આવેલ પટેલ સમાજ વાડી ખાતે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી તેમજ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના અધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
 
આ જનસંપર્ક સભામાં મોટી સંખ્યામાં વાંકાનેર શહેર તથા વાંકાનેર ડિવિઝન ઓફિસ હેઠળ આવતા પોલીસ મથકોના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ખાસ કરીને એસપી રાહુલ ત્રિપાઠીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર મોરબી જિલ્લામાં ભોગ બનેલા વ્યક્તિ દ્વારા પોલીસને જો ફરિયાદ કરવામાં આવશે. તો વ્યાજખોરોની સામે પોલીસી વિભાગ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં 200 જેટલા લોક દરબાર અને જનસંપર્કના જુદા જુદા કાર્યક્રમો યોજાયા તેના પરિણામ સ્વરૂપે 50 જેટલી વ્યાજખોર સામેની ફરિયાદ આવી હતી જેમાં 150 જેટલા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે આટલું જ નહીં પરંતુ વ્યાજખોરો દ્વારા ભોગ બનેલા લોકો પાસેથી જે મિલકતો પડાવી લેવામાં આવી હોય તેવી અંદાજે 24 લાખથી વધુની રકમની મિલકતો પરત મેળવીને ભોગ બનેલા લોકોને આપવામાં આવેલ છે અને આગામી સમયમાં પણ કોઈ પણ વ્યક્તિની ફરિયાદ મળશે તો તાત્કાલિક તેના ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
 
અંતમાં રાજકોટ અશોકકુમાર યાદવે લોકોને સંબોધતા કહ્યું હતું કે વ્યાજના કારણે ઘણા લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા હોય ઘણી મહિલાઓને પોતાના મંગલસૂત્ર વ્યાજના ચક્રમાંથી નીકળવા માટે આપવા પડ્યા હોય આવી અનેક ઘટનાઓ છેલ્લા સમયગાળા દરમિયાન બની હતી. જે સરકારના ધ્યાન ઉપર આવતા સરકારે વ્યાજના વિષચક્રને ડામવા માટે થઈને ખાસ કરી છે. તેના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા જન સંપર્ક કરીને લોકો પાસેથી તેમની ફરિયાદ મેળવીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતી હોય છે એટલે જ છેલ્લા એક વર્ષની અંદર ઘણા લોકો વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરતા અટકતી ગયેલા છે. અને ખાસ કરીને વાંકાનેર તાલુકાને વ્યાજ મુક્ત તાલુકો કરવા માટે થઈને લોકો તેઓની ફરિયાદ કે વ્યાજખોર સહિતની સમસ્યા પોલીસ સુધી પહોંચાડશે. તો પોલીસ વિભાગ દ્વારા તેના ઉપર તાત્કાલિક સર્જરી કરવામાં આવશે. અને તેમાં કોઈ કચાસ રાખવામાં આવશે નહીં તેવો પણ લોકોને વિશ્વાસ અપાવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી બેંકના કુલ મળીને 38 જેટલા લાભાર્થીઓને 7.75 કરોડ રૂપિયાની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું





Latest News