મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ચાંદીપુરા રોગ ફેલાય તે પહેલાં પાલિકા પાણી ભરેલા રસ્તા સાફ કરી, ગંદકી હટાવીને દવા છટકાવ કરે: કોગ્રેસ


SHARE









મોરબીમાં ચાંદીપુરા રોગ ફેલાય તે પહેલાં પાલિકા પાણી ભરેલા રસ્તા સાફ કરી, ગંદકી હટાવીને દવા છટકાવ કરે: કોગ્રેસ

ગુજરાત રાજ્યમાં ઘીમે ઘીમે ચાંદીપુરા રોગ ફેલાઈ રહ્યો છે. અત્યારે આ રોગ મોરબી શહેરમાં દસ્તક દે તે પહેલાં મોરબીનું આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સક્રિય થાય તે જરૂરી છે.મોરબી શહેરની કહેવાતી એ ગ્રેડની ધારાસભ્યના વર્ચસ્વથી ચાલતી નગરપાલિકા આ રોગચાળાને આવતો અટકાવવા નક્કર કામગીરી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

આ ચાંદીપુર રોગ મચ્છર અને માખીઓ દ્વારા થાય છે એવું તજજ્ઞ ડોક્ટરો દ્વારા જાણવા મળે છે.ત્યારે મચ્છરો અને માખીનો ઉપગ્રહ ન વધે તે માટે થઈ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાએ સક્રિય થઈ દવાના છટકાવ કરવા જોઈએ તેમજ જ્યાં જ્યાં રોડ ઉપર પાણી ભરાયા છે તે તાત્કાલિક દૂર કરી મચ્છરોની ઉત્પતિ રોકવી જોઈએ અને વરસાદના કારણે પડી ગયેલા ખાડાઓ તાત્કાલિક રીપેર કરી ફરી વખત ત્યાં પાણી ન ભરાય અને મચ્છરોની ઉત્પત્તિ ન વધે તે માટે થઈ મોરબી નગરપાલિકાએ કામગીરી તાત્કાલિક ચાલુ કરવી જોઈએ.

તેમજ આ રોગ  ફેલાય તે પહેલા મોરબી શહેરને સ્વસ્થ અને કચરા મુક્ત કરવું જોઈએ જ્યાં ત્યાં કચરાઓના ઠગલાઓ ઉભરાતી ગટરના ગંદા પાણી, વરસાદી પાણીનો ભરાવો તેમજ અન્ય ગંદકીનો તાત્કાલિક નિકાલ કરીને જે તે જગ્યાએ જરૂરિયાત મુજબ દવાઓનો છટકાવ કરે આ રોગને અટકાવવા માટેના પગલાંઓ ભરવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જિલ્લા કલેકટરને અને આરોગ્ય વિભાગ અને નગર પાલિકા સમક્ષ માંગ કરેલ છે.




Latest News