મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું-વાંકાનેરના તીથવા ગામે જુગારની બે રેડ: 10 જુગારી 1.26 લાખની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીના ઘૂટું-વાંકાનેરના તીથવા ગામે જુગારની બે રેડ: 10 જુગારી 1.26 લાખની રોકડ સાથે પકડાયા

મોરબી તાલુકાના ઘુટુ ગામ પાસે અને વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 10 આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા અને તેની પાસેથી કુલ મળીને 1,26,330 ની રોકડ કબજે કરવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના બંને ગુના નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઉચી માંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપર પાર્થ હોટલની બાજુમાં ખુલ્લામાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા દયારામભાઈ શામજીભાઈ સોરિયા (63) રહે ઘુટુ, યુનુસભાઈ હબીબભાઈ રાઠોડ (46) રહે. વાવડી રોડ મોરબી, રાઘવજીભાઈ ભુરાભાઈ પરેચા (63) રહે. ઘુટુ, દિલીપભાઈ રૂગનાથભાઈ સરવાડિયા (50) રહે. પ્રભુ કૃપા બી- 203 મોરબી અને રૂપેશભાઈ લખમણભાઇ કલોલા (48) રહે. ઘુનડા રોડ ફ્લોરાની બાજુમાં શિવમ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 602 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 72,480 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળથી કાર્યવાહી હાથ ધરી છે

તો વાંકાનેર તાલુકાના તીથવા ગામની કાંકરિયા નામે ઓળખાતી સીમમાં સરફરાજભાઈ શેરસિયાની વાડીમાં આવેલ ઓરડીએ જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સરફરાજભાઈ ઇબ્રાહીમભાઈ શેરસિયા રહે. તીથવા, દિનેશભાઇ ભવાનભાઇ કાનાણી (40) રહે. કંડલા બાયપાસ રોડ આનંદ નગર મોરબી, મહંમદરફીક અહમદભાઈ વકાલીયા (45) રહે. તીથવા, કાંતિલાલ બેચરભાઈ ભૂત (51) રહે. સજનપર અને દીપકભાઈ કરમશીભાઈ દેત્રોજા (52) રહે. ન્યુ ચંદ્રેશ પંચાસર રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 53,850 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News