મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પરણિત યુવક-યુવતીએ મૈત્રી કરાર કરી લેતા યુવતીની માતા,ભાઈ અને બે બનેવી દ્વારા હુમલો: યુવાનના મિત્રને છરી ઝીકિ


SHARE







મોરબીમાં પરણિત યુવક-યુવતીએ મૈત્રી કરાર કરી લેતા યુવતીની માતા,ભાઈ અને બે બનેવી દ્વારા હુમલો: યુવાનના મિત્રને છરી ઝીકિ

મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતા પરણિત યુવાન અને પરિણીતાને મનમેળ હતો જેથી તે બંને સાથે રહેતા હતા તે બાબતે સમાધાન કરવા માટે યુવાનને યુવતીની માટે બોલાવ્યો હતો જેથી કરીને કારખાનાના દરવાજા પાસે યુવાન તેના મિત્ર સાથે ગયો હતો ત્યારે યુવતીની માતાએ યુવાનને ગાળો આપી હતી અને માર માર્યો હતો અને ત્યારે યુવાનને બચાવવા માટે થઈને વચ્ચે પડેલ તેના મિત્રને પીઠના ભાગે છરીનો એક ઘા મારવામાં આવ્યો હતો તથા ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા તેની સાથે મૈત્રી કરાર કરનાર યુવતીની માતા તેના ભાઈ અને બે બનેવીની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના લિંબાળા ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના ઘુટુ ગામ નજીક આવેલ લાઇકોસ બાથવેર નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા નિલેશભાઈ નાજાભાઇ પંચાલ જાતે અનુ. જાતિ (24) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિનુબેન સનાભાઇ સોલંકી રહે. ગાંધીધામ, રોહિતભાઈ મોતીભાઈ ડાભી રહે. અમદાવાદ, હસમુખભાઈ શીવાભાઈ પરમાર રહે. લાઇકોસ બાથવેર કારખાનામાં અને અશ્વિનભાઈ સનાભાઇ સોલંકી રહે. ગાંધીધામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપી વિનુબેનની દીકરી અરુણા ઉર્ફે કિંજલની સાથે તેને મનમેળ હોય બંને મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા જે બાબતે સમાધાન કરવા માટે થઈને આરોપીઓએ યુવાનને બોલાવ્યો હતો. જેથી કરીને તે કારખાનાના ગેટ પાસે ગયો હતો ત્યારે તેની સાથે અરૂણા અને તેનો મિત્ર સાગર ઉર્ફે રાહુલ રામજીભાઈ રાઠોડ (22) પણ સાથે હતો વિનુબેને ફરિયાદીને ગાળો આપીને માર માર્યો હતો અને તે સમયે અરુણાબેન અને સાગર વચ્ચે બચાવવા માટે થઈને પડ્યા હતા.

ત્યારે અન્ય ત્રણ આરોપીઓએ તેને અને સાગરને માર માર્યો હતો અને તે સમયે રાહુલ ડાભીએ સાગરને પીઠના ભાગે છરીનો એક ઘા માર્યો હતો. જેથી સાગરને ગંભીર ઇજા કરી હતી તેમજ તેને ઢીકાપાટુનો માર ત્રણેય આરોપીઓએ માર્યો હતો.જેથી ઇજા પામેલા સાગરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને તેને હોસ્પિટલે સારવાર આપ્યા બાદ આ બનાવની નિલેશભાઈ પંચાલ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા પીએસઆઈ ડી.ડી.જોગેલા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે,આ ફરિયાદી નિલેશના લગ્ન થઈ ગયેલ છે અને તેની પત્ની રિસમાણે બેઠેલ છે અને અરુણાની બહેન લાઇકોસ બાથવેરમાં તેના બનેવી સાથે રહે છે અને ત્યાં કામ કરે છે જેથી તે ત્યાં અવારવાનર આવતી હતી. અને અરૂણાના પણ લગ્ન થઈ ગયેલ છે તો પણ તેને નિલેષ સાથે મનમેળ હોવાથી તે બંનેએ મૈત્રી કરાર કરેલ છે અને બંને સાથે રહે છે હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News