મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર અવારનવાર ગૌવંશ ઉપર તીક્ષણ હથિયારે હુમલા કરવામાં આવતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે તેવી જ રીતે મોરબીમાં સોની બજાર પાસે આવેલ ગામોટ શેરીમાં રજડતા ખુટીયા ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવતા તેને થાપાના ભાગે ઇજા થયેલ હતી જે બનાવ સંદર્ભે હાલમાં ગૌરક્ષક દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનજીભાઈ રંજા જાતે બોરીચા (29)એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં સોની બજાર ગામોટ શેરી પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ધારદાર હથિયાર વડે રજડતા ખુટીયાને થાપાના ભાગે ગંભીર ઈજા કરવામાં આવી છે જેથી કરીને ગૌરક્ષક દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બીએનએસ 2023 ની કલમ 325 તથા પશુ પ્રત્યેક ઘાતકીપણા 1960 ની કલમ 11 (1) (કે) તથા જીપીએસની કલમ 135 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અને આ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. સી.એમ. કરકર ચલાવી રહ્યા છે.

એક બોટલ

મોરબી તાલુકામાં આઈ.ટી.આઈ. કોલેજ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 340 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી ત્રિભુવનભાઈ પમાભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (58) રહે. વેગડવાબ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News