મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન કરાયું
મોરબી : માતાએ રસોઈ બાબતે ઠપકો આપતા યુવતીએ ભર્યું અંતિમ પગલું
SHARE
મોરબી : માતાએ રસોઈ બાબતે ઠપકો આપતા યુવતીએ ભર્યું અંતિમ પગલું
વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે માતાએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપ્યો હતો.જે બાબતે લાગી આવતા યુવતીએ ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે રહેતા પરબતભાઈ પાંચિયાની 18 વર્ષની દીકરી રાધિકાએ પોતે પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી તાત્કાલિક તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી. અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની તપાસ એમ.આર.ચૌહાણ ચલાવી રહ્યા છે.વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવતીને તેની માતાએ રસોઈ બનાવવા બાબતે સામાન્ય ઠપકો આપ્યો હતો.તે બાબતનું તેણીને મનમાં લાગી આવતા ગળાટુંપો ખાઈને આપઘાત કરી લીધેલ છે.જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાલબાગ નજીક અકસ્માત
મોરબીના સામાકાંઠે આવેલ લાલબાગ સરકારી વસાહતના દરવાજા પાસેથી પગપાળા જઈ રહેલા અનિરુદ્ધસિંહ ભીખાભાઈ ચૌહાણ (ઉમર 38) રહે.દરબાર શેરી ચુડા જિલ્લો સુરેન્દ્રનગર વાળાને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ડાબા પગના ભાગે ઇજા પામેલ હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતેથી હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યાદી આવતાં સ્ટાફના જગદીશભાઈ ડાંગર આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
રોકડિયા હનુમાન પાસે અકસ્માત
મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા રોકડીયા હનુમાન મંદિર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક લઈને જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થઈ જવાથી મનોજભાઈ વશરામભાઈ ડાભી (ઉમર 66) રહે. 66 કેવી સબ સ્ટેશન પાછળ શનાળા રોડ મોરબી વાળાને માથા, મોઢા તથા ડાબા હાથના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા.હોસ્પિટલ ખાતેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ અકસ્માત બનાવની જાણ કરવામાં આવી હતી.જેથી હાલ અકસ્માત બનાવની નોંધ કરીને બીટ વિસ્તારના જમાદાર પ્રફુલભાઈ પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.