મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના છાત્રાલય રોડ ઉપરથી ગુમ થયેલી યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું


SHARE









મોરબીના છાત્રાલય રોડ ઉપરથી ગુમ થયેલી યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું

મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા વૈભવભાઈ પ્રફુલભાઈ દેત્રોજાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની બહેન ભૂમિકાબેન પ્રફુલભાઈ દેત્રોજા જાતે પટેલ (૨૧) ગત તા.૨૬-૨ ના સવારે ૭:૩૦ થી બપોરે ૨ સુધીમાં કોઇપણ સમયે પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે.તેવી ફરિયાદ અગાઉ નોંધાવેલ હતી. જે યુવતી મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન આવેલ હતી અને તેને તેને પ્રેમલગ્ન કરી લીધા હોવાનું પોલીસને જણાવ્યુ હતુ. જેથી ગુમ થયેલ યુવતી મળી આવી છે. તેવું તપાસનીસ એ.એમ.જાપડીયા પાસેથી જાણવા મળેલ છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુમ થયેલા ભૂમિકાબેનના ભાઈ વૈભવ પ્રફુલ દેત્રોજા પટેલ રહે. ચિત્રકૂટ સોસાયટી છાત્રાલય રોડ વાળાએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસ પહેલા તેમના બેન ભૂમિકાબેન ગુમ થયા હોવા અંગે જાણ કરી હતી.જે અંગે તપાસ ચાલુ હતી દરમિયાનમાં ભૂમિકાબેન પોલીસ સ્ટેશન ખાતે રજૂ થયા હતા અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા સાત વર્ષથી નરસંગ ટેકરી વિસ્તારમાં રવાપર રોડ ખાતે રહેતા વિમલ હરજીવનભાઈ શેરસિયા જાતે પટેલના પરિચયમા હતા અને છેલ્લા બે વર્ષથી તેની સાથે પ્રેમ સંબંધ હોય લગ્ન માટે ઘરે વાત કરી હતી.પરંતુ ના પાડવામાં આવતા ગત તા.19-2 ના રોજ અમરેલીના હામાપુર મુકામે પ્રેમ લગ્ન કરી લીધા હતા.બાદમાં પરત આવી ગયા હતા અને પછી તા.26-2 ના રોજ તેઓ ઘરેથી કોલેજનું કહીને નીકળ્યા હતા અને છાત્રાલય રોડ ઉપર વિમલ કાર લઈને આવ્યો હતો અને તેની સાથે કારમાં બેસીને અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી ફ્લાઇટમાં તેઓ હૈદરાબાદ ગયા હતા અને ત્યાં હૈદરાબાદ રોકાયેલા હતા.બાદમાં તેના ભાઈ વિમલએ તેઓની ગુમસુધા ફરિયાદ દાખલ કરી હોવાની જાણ થતા તેઓ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને પોતાની કેફીયત આપી હતી અને તેઓ હાલ તેમના પતિ વિમલ હરજીવનભાઈ શેરસીયાની સાથે રહેવા માંગતા હોય તે અંગે નોંધ કરી પોલીસે આગળની તપાસ કરી હતી.




Latest News