મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્મ સમાજ દ્વારા આજે કરાઓકે સંગીત સંધ્યા: પરશુરામ યુવા ગૃપ દ્વારા મંગળવાર જાગરણ નિમિતે રાસ-ગરબા


SHARE









મોરબી બ્રહ્મ સમાજ દ્વારા આજે કરાઓકે સંગીત સંધ્યા : પરશુરામ યુવા ગૃપ દ્વારા મંગળવારે જાગરણ નિમિતે રાસ-ગરબા

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે રાતે કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે મોરબીના પરશુરામ યુવા ગૃપ દ્વારા બ્રાહ્મણ સમાજની બહેનો માટે મંગળવારની રાતે પરશુરામ ધામ નવલખી રોડ ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે તા 20 ના રોજ શનિવારે રાત્રે 8:30 કલાકે મોરબીના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામ ખાતે કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના બ્રહ્મ સમાજના 6 થી 76 વર્ષ સુધીના કલાકારો જુના-નવા, ફિલ્મી-નોનફિલ્મી ગુજરાતી-હિંદી, શાસ્ત્રીય-લોક-રોક ગીતોની સંગીતમય પ્રસ્તુતિ કરશે. આ કાર્યક્રમમાં આવવા માટે બ્રહ્મ પરિવારોને સંસાથના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા અને પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદીએ નિમંત્રણ પાઠવાયું છે.

પરશુરામ યુવા ગૃપ
મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા બ્રાહ્મણ સમાજની બહેનો માટે આગામી તા. 23 ને મંગળવારના રોજ પરશુરામ ધામ ખાતે જયા પાર્વતીના જાગરણ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજની બહેન દીકરીઓ માટે રાત્રીના 10:30 કલાકથી દાંડીયા રાસ, રમત-ગમત અને ફરાળી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સમાજની દીકરીઓને પરિવાર સાથે ત્યાં આવવા માટે સંસ્થાના પ્રમુખ જયદીપભાઈ મહેતા સહિતની ટીમે આમંત્રણ આપ્યું છે.




Latest News