મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં કન્ટેનરની શોર્ટેજથી સિરામિક ઉદ્યોગકારોનો તૈયાર માલ એક્સપોર્ટ થતો નથી: પ્રમુખ


SHARE













મોરબીમાં કન્ટેનરની શોર્ટેજથી સિરામિક ઉદ્યોગકારોનો તૈયાર માલ એક્સપોર્ટ થતો નથી: પ્રમુખ

મોરબીના સિરામિક ઉધોગમાં તૈયાર થતાં માલને કન્ટેનર મારફતે વિદેશમાં મોકલાવવામાં આવે છે. જોકે હાલમાં મોરબીના ઉધોગકારો માલ એકસ્પોર્ટ કરવામાં હેરાનગતિનો સામનો કરી રહ્યા છે કેમ કે, હાલમાં કન્ટેનરની શોર્ટેજ હોવાના કારણે ઉદ્યોગકારોના કારખાનાની અંદર સિરામિક પ્રોડકટનો માલ તૈયાર પડ્યો છે. છતાં પણ તેઓના ગ્રાહક સુધી સમયસર તે માલ મોકલી શકતા નથી. જેના કારણે ઘણા ઉદ્યોગકારો તેની પાર્ટી ગુમાવવાથી લઇને આર્થિક નુકશાની સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો પડી રહ્યો છે

મોરબીના સિરામિક ઉદ્યોગને હાલમાં એક્સપોર્ટના ખૂબ જ મોટા પ્રમાણમાં ઓર્ડર છે અને ડોમેસિક માર્કેટમાં ટાઇલ્સની માંગ ઓછી છે જો કે, વિદેશમાં મોરબીની ટાઇલ્સની ખુબ મોટી માંગ છે પરંતુ ઉદ્યોગકારો તેનો તૈયાર માલ મોકલી શકતા નથી. કેમાં કે, હાલમાં મોરબીના ઉદ્યોગકારોને ખાલી કન્ટેનર મળતા નથી. જેના લીધે ઉદ્યોગકારો માલ મોકલાવી શકતા નથી તેટલું જ નહીં પરંતુ આર્થિક નુકશાનીની સાથોસાથ પાર્ટી ગુમાવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે એન આ કન્ટેનરની શોર્ટેજ હોવાના કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવી હોય તેવું અહીના ઉદ્યોગકારો માની રહ્યા છે.

મોરબીની આસપાસમાં સિરામિકના નાના મોટા કારખાનામાં આવેલ છે તેમાં જુદીજુદી સિરામિક પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી રહી છે જેમાથી મોટા પ્રમાણમા સિરામિક પ્રોડક્ટને એક્સપોર્ટ કરવામાં આવે છે. પરંતુ માલ ભરવા માટે ખાલી કન્ટેનર મળતા નથી જેથી મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી માલને એક્સપોર્ટ કરવામાં ઉદ્યોગકારો હેરાન થઈ રહ્યા છે આ બાબતે મોરબી સિરમિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ. કે, હાલમાં ડોમેસ્ટિક માર્કેટમાં સિરામિકની માંગ પ્રમાણમાં ઓછી છે જો કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સિરામિક પ્રોડક્ટની માંગ છે પરંતુ કન્ટેનરની કૃત્રિમ શૉર્ટેજ ઊભી કરવામાં આવી છે જેથી કન્ટેનર ન હોવાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારો હેરાન છે.

એક બાજુ મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસે એક્સપોર્ટના પૂરતા પ્રમાણમાં ઓર્ડર છે. અને તેની સામે ઓર્ડર મુજબનો માલ તેઓના કારખાનાની અંદર તૈયાર છે. તેમ છતાં તેઓ પોતાની પાર્ટી સુધીમાં કન્ટેનર ન મળતા હોવાથી માલ મોકલી શકતા નથી. જો આવી જ પરિસ્થિતી રહેશે તો ઘણા ઉદ્યોગકારોએ તેઓની કાયમી પાર્ટી ગુમાવવી પડે અથવા તો ઓર્ડરમાં નુકસાની સહન કરવી પડે તેવો ઘાટ સર્જાયો છે.








Latest News