મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બનાવવામાં આવેલ દિવાલને તોડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર


SHARE









મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બનાવવામાં આવેલ દિવાલને તોડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવમાં આવી રહ્યું છે. ત્યાં નદીના કાંઠે જે દીવાલ બનાવવામાં આવી છે. તે દિવાલને તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને ખાખરેચી દરવાજા પાસે રહેતા લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને દિવાલ તોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર પાસે દીવાલ બનાવવામાં આવી છે તેના લીધે નદીમાં પાણી રોકાઈ અને હોનારત થાય તેવી શક્યતા છે જેથી કરીને થોડા દિવસો પહેલા કલેક્ટર કચેરીમાં કલેક્ટર સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ અને સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તો અને ટેકનિકલ નિષ્ણાતની હાજરીમાં બેઠક યોજાઇ હતી જેમાં દિવાલ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા દિવાલ તોડવાનું કામ શરૂ પણ કર્યું હતું.

જો કે, છેલ્લા દિવસોથી દિવાલ તોડવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી કરીને ખાખરેચી દરવાજા પાસે રહેતા લોકોને આજે કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, આ દિવાલ નહીં દૂર કરવામાં આવે તો ભવિષ્યમાં ભરવાડવાસ, મકરાણીવાસ, જેલ રોડ, વાઘપરા ખાખરેચી દરવાજા સહિતના વિસ્તારમાં લોકોને જાનમાલને નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને તે દિવાલને વહેલમાં વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News