મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના લોકોની હાલાકી દૂર કરવા કોંગ્રેસ કાલે પાલિકામાં બોલાવશે રામધૂન


SHARE









મોરબીના લોકોની હાલાકી દૂર કરવા કોંગ્રેસ કાલે પાલિકામાં બોલાવશે રામધૂન

મોરબી શહેર કોંગ્રેસ સમિતિ આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવશે અને મોરબીના લોકોને પડતી હલાકીને તંત્ર સમક્ષ ઉજાગર કરશે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી શહેરમાં ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા-રઝળતા પશુઓ, પાણીના પ્રશ્નો છે અને લોકો હેરાન થઈ રહયા છે આટલું જ નહીં શહેરમાં અનેક જગ્યાએ ગટરના ગંદા પાણી રોડ-રસ્તાઓ ઉપર ભરાયેલા રહે છે. ગટરના ઢાંકણા નથી કે પછી ગટર તૂટી ગયેલ છે. જેથી શહેરમાં મચ્છરો અને માખીનો ઉપદ્રવ વધી રહ્યા છે અને મચ્છરો-માખીના લીધે રોગચાળો ફાટી નિકળવાની દહેસત છે. તો પણ આ પ્રશ્નોનું નગરપાલીકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતુ નથી જેથી પ્રજાને ન્યાય મળે તે માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાના પટાંગણમાં સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યે રામ ધુનનું આયોજન કરેલ છે.




Latest News