મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પટાંગણમાં રામધૂન બોલવાતા કોંગ્રેસનાં આગેવાનો-કાર્યકરોને ડિટેઇન કરતી પોલીસ !: રજૂઆત કરી પણ ગુનો ?


SHARE









મોરબી પાલિકાના પટાંગણમાં રામધૂન બોલવાતા કોંગ્રેસનાં આગેવાનો-કાર્યકરોને ડિટેઇન કરતી પોલીસ !: રજૂઆત કરી પણ ગુનો ?

મોરબીના જુદાજુદા વિસ્તારમાં લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. જેથી પાલિકામાં રજૂઆતો કરવામાં આવે છે જો કે, પાલિકા દ્વારા રાજુયાતોને ધ્યાને લઈને કોઈ કામ કરવામાં આવતું નથી માટે આજે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવવામાં આવી હતી અને ત્યારે અધિકારી, ભાજપ, ધારાસભ્ય અને સરકારને સદબુદ્ધિ માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

મોરબી શહેરના દરકે વોર્ડમાં લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. જેથી ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા-રઝળતા પશુઓ, દૂષિત પાણી સહિતના અનેક પ્રશ્નોથી લોકો ઘરાયેલા છે અને તેના માટે લોકોને છેલ્લા મહિનાઓમાં રજૂઆતો કરેલ હોવા છતાં પણ કોઈ કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી જેથી કરીને લોકોની હેરાનગતિ દૂર થયા અને સિવિધાઓમાં વધારો થાય તે માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઇ કોટડીયા સહિતના કોંગ્રેસનાં આગેવાનોની હાજરીમાં આજે પાલિકામાં રામધૂન બોલાવવામાં આવી હતી

ત્યારે ગટરના ગંદા પાણી, રોડ-રસ્તા, ગટરના ઢાંકણા, તૂટી ગયેલ ગટર, મચ્છરો અને માખીનો ઉપદ્રવ સહિતના અનેક પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને મચ્છર-માખીના લીધે રોગચાળો ફાટી નીકળે તે પહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કોંગ્રેસ માંગ કરેલ છે જો કે, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા પાલિકાના પટાંગણમાં રામધૂન બોલાવીને અધિકારી, સરકાર, ભાજપ અને ધારાસભ્યને સદબુદ્ધિ માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે હાજર રહેલા પોલીસ અધિકારી દ્વારા કોંગ્રેસનાં 15 જેટલા આગેવાનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા




Latest News