મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓની હડતાળ: વકીલો અને અરજદારો હેરાન


SHARE









મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓની હડતાળ: વકીલો અને અરજદારો હેરાન

રાજ્યભરના લેન્ડ રેકર્ડ વર્ગ-3 અને સીટી સર્વે કચેરીના કર્મચારીઓ હડતાલ ઉપર છે જેમાં મોરબી જિલ્લાના પણ કર્મચારીઓ જોડાયેલ છે જેથી હાલમાં ઓફિસમાં કામગીરી બંધ થઈ ગયેલ છે અને વકીલો અને અરજદારોના દસ્તાવેજ સહિતના કામો ઠપ્પ થઈ ગયેલ છે. અને જો આગામી તા.31 સુધીમાં પડતર પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો હવે અચોક્કસ મુદતની હડતાળ કરવાનું કર્મચારીઓએ એલાન કર્યું છે.

ગુજરાત લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા નિકાલ કરવામાં આવ્યો નથી જેથી કરીને આજે સોમવાર તા 22થી રાજ્ય ભરની લેન્ડ રેકર્ડ અને સીટી સર્વે કચેરીમાં પેનડાઉન હડતાલ શરૂ કરવામાં આવી છે જે હડતાલ આગામી તા. 31 સુધી ચાલુ રહેવાની છે અને તેમાં મોરબી જિલ્લા સહિત રાજ્યના હજારો કર્મચારીઓ જોડાયેલ છે અને મંડળના આદેશ મુજબ પેનડાઉન હડતાળમાં હાલમાં શરૂ કરવામાં આવી છે જેથી કરીને ઓફિસોમાં કામ બંધ થઈ જતાં હાલમાં મોરબી જીલ્લામાં વકીલો અને અરજદારો સહિતના હેરાન થઈ રહ્યા છે.

વધુમાં માહિતી આપતા સ્થાનિક કર્મચારીઓ જણાવ્યુ હતું કે, ગુજરાત લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા જો સરકાર દ્વારા પેનડાઉન હડતાળ બાદ પણ પડતર પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો આગામી તા.1 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આટલું જ નહીં તમામ કર્મચારીઓને હડતાળ દરમિયાન કચેરીનું કામ નહીં કરવા માટે મંડળ દ્વારા આદેશ કરવામાં આવેલ છે.




Latest News